ગુજરાત
News of Sunday, 4th December 2022

ગાંધીનગર જિલ્‍લાની વિધાનસભાની પ બેઠકો કલોલ, દહેગામ, ગાંધીનગર ઉતર અને ગાંધીનગર દક્ષિણમાં આવતીકાલની ચૂંટણી માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍તઃ હોમગાર્ડ સહિત ૩ હજાર પોલીસ જવાનો ફરજ ઉપર

અનિચ્‍છનીય બનાવ કે અથડામણ ન થાય તે માટે વિવિધ પોલીસ સ્‍ટેશનો અને તાલુકોઓમાં પોલીસની અસરપરસ બદલીઓ

ગાંધીનગરઃ જિલ્લામાં 5 વિધાનસભા બેઠકોમાં હોમગાર્ડ સહિત 3 હજાર પોલીસ જવાનોને ફરજ ઉપર મુકવામાં આવ્‍યાં છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો, કલોલ, માણસા, દહેગામ, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ માટે આવતીકાલે 5 ડિસેમ્બરે મતદાન થશે

જિલ્લામાં 5 વિધાનસભા બેઠકોમાં હોમગાર્ડ સહિત 3 હજાર પોલીસ જવાનો ફરજ પર રહેશે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો, કલોલ, માણસા, દહેગામ, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ગાંધીનગર જિલ્લામાં મતદાન દરમિયાન અથડામણના બનાવો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. જો કે, ચૂંટણી દરમિયાન કેટલાક આશ્ચર્ય પણ જોવા મળે છે.રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે મતદાન દરમિયાન મતદારો અને સમર્થકો સાથે કોઈ અપ્રિય ઘટના અને ઘર્ષણ ન થાય તે માટે જિલ્લા પોલીસને તેમના ડ્યુટી સ્ટેશનથી અન્ય સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે.

આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પર કોઈ ચોક્કસ ઉમેદવારને ટેકો આપવાનો આરોપ ન લાગે તે માટે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બીજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવવામાં આવી છે. આ વર્ષે મતદાનના દિવસે અનિચ્છનીય બનાવ અને અથડામણ ન થાય તે માટે વિવિધ પોલીસ સ્ટેશનો અને તાલુકાઓમાં પોલીસની બદલી કરવામાં આવી છે.

કલોલ તાલુકા પોલીસને અન્ય તાલુકાની કામગીરી સોંપવામાં આવી છે અને ગાંધીનગર તાલુકા પોલીસને અન્ય તાલુકાની કામગીરી સોંપવામાં આવી છે. 4 ડિસેમ્બરથી 3,000 પોલીસ મોરચો સંભાળશે. જિલ્લા પોલીસને પણ ખાસ કરીને મતદાનના દિવસે અથડામણમાં ન પડવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પોલીસ કર્મચારીઓને તેમના જ જિલ્લામાં સમાન ફરજ આપવામાં આવતી નથી

(1:00 pm IST)