ગુજરાત
News of Friday, 5th February 2021

વડોદરા:કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો આતંક:પોલીસની કાર્યવાહી શરૂ

વડોદરા:કોર્પોરેશન દ્વારા કારેલીબાગ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા રાત્રી બજારમાં અસામાજિક તત્વો અડિંગો જમાવતા હોવાથી પોલીસ દ્વારા વારંવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અગાઉ સ્થળેથી નશીલા દ્રવ્યો લઈ નશો કરતા યુવકો પણ પકડાયા હતા.

રાત્રી બજારમાં રાજસ્થાન ભેલ નામની દુકાન ચલાવતા દિનેશ શર્મા નામના વેપારી કેટલાક લોકોને ભેગા કરી રાત્રી બજાર પાસેના વિશ્વામિત્રીના કોતરમાં જુગાર રમાડી રહ્યો હોવાની વિગતો ના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડો પાડતા વિકાસ પરસોત્તમ લોહાણા રહે વુડા ના મકાન માં રાજપુરા ગામ તેમજ આસિફ મોજી ભાઈ પઠાણ રહે કાસમ આલા કબ્રસ્તાન પાસે, ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને પાસે રોકડા રૂપિયા 43 900 અને એક મોબાઇલ કબજે કર્યા હતા.જ્યારે વેપારી દિનેશ ચંદ્ર પાલ શર્મા રહે. સંતોષ નગર, સુભાનપુરા ને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:11 pm IST)