ગુજરાત
News of Sunday, 5th February 2023

આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નગ્રંથીએ જોડાયા

અલ્પેશ કથીરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા: ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવનની શરુઆત કરી

ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા છે. આ બન્નેના લગ્નની તસવીરો સોળિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

સુરતની વરાછા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર અલ્પેશ કથીરિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે.

  આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવયા પણ લગ્નગ્રંથીથી જોડાયા છે.

  અલ્પેશ કથીરિયાએ કાવ્યા પટેલ સાથે સાત ફેરા લઈ નવા જીવનની શરુઆત કરી છે.

  આ દરમિયાન અલ્પેશ કથીરિયાની પીઠી વિધિની તસવીરો સામે આવી છે.

  ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવની શરુઆત કરી છે.

  પાટીદાર આંદોલનથી લાઈમલાઈટમાં આવનાર અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે અને આ વખતે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.

  અલ્પેશ કથીરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે.

(11:27 pm IST)