ગુજરાત
News of Tuesday, 4th May 2021

રસી નથી...અમદાવાદ - સુરત- વડોદરામાં ૪૫ થી ઉપરનાનું રસીકરણ બંધઃ રાજકોટમાં ચાલુ

રસીકરણ અભિયાનને લાગી બ્રેક

અમદાવાદ, તા.૪: કોરોના સામેના જંગમાં એકમાત્ર અસરકારક શસ્ત્ર રસીકરણમાં ય રાજય સરકારે વેઠ વાળી છે. રસીનો પુરતો જથ્થો મળ્યા પહેલાં જ ૧૮થી ૪૪ વર્ષનાને રસીકરણની ઝુંબેશ શરૂ કરી દીધી અને તેના પરિણામે ૪૫ કે તેથી વધુ વયનાને રસીનું અભિયાન જે અગાઉથી શરૂ થયું હતું તેને આગળ ધપાવવા સેંકડો લોકોને બીજા ડોઝનો સમય આવ્યો ત્યારે તેમના માટે રસીના ડોઝ ખૂટી પડતાં હવે અમદાવાદ, સુરત અને વડોદરા મ્યુનિસિપિલ કોર્પોરેશને ૪૫ કે તેથી વધુ વયનાનો મંગળવારથી (આજથી) રસીકરણ જ સાવ બંધ કરી દેવાનો નિર્ણય લેવો પડયો છે. આમ, આરંભે શૂરા સત્ત્।ાવાળાઓએ ભેગા મળી રસીકરણનું જ શ્નઅચ્યુતમ કેશવમ્લૃકરી નાંખ્યું છે.

જો કોવિડ રસીનો બીજો ડોઝ સમયસર આપવામાં નહીં આવે તો જે નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેની કોઈ અસર રહેતી નથી, રસીનો પ્રથમ ડોઝ ફેઈલ જાય છે. આમ, દેખીતી રીતે જ ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોને ભોગે હવે ૧૮થી ૪૪ વર્ષની વય જુથના નાગરિકોને રસી આપવાનું નક્કી કર્યું છે.

રાજય સરકાર દ્વારા કોવિડ વેકસીનનો જથ્થો નહીં આપવાને કારણે ૪૫ વર્ષના લોકોને વેકસીનેશન પર 'બ્રેક'લાગી ગઈ છે. મ્યુનિ. સત્તાવાળાઓના તઘલખી નિર્ણયને આજથી ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ પણ અપાશે નહીં. મ્યુનિ. સત્ત્।ાવાળાઓના અણઘડ આયોજનને કારણે કોવિડની રસીનો પર્યાપ્ત જથ્થો નહીં મળવાને કારણે આ ત્રણ શહેરોમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકો તેમજ ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સને કોરોનાની રસીનો પ્રથમ અને બીજો ડોઝ મળશે નહીં. આના કારણે સૌથી વધુ ભીતિ બીજો ડોઝ લેવાનો સમય જેમનો થયો છે તેવા સિનિયર સિટિઝન્સને સર્જાઈ છે. અમદાવાદની જેમ જ વડોદરા અને સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં પણ ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોને આજથી મંગળવારથી કોવિડ રસીનો બીજો ડોઝ નહીં આપવાના કારણે હવે ૪૫ વર્ષથી વયના લોકો હાલાકીમાં મૂકાયા છે.

રસીનો જથ્થો ખૂટી પડતાં સરકારે અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરોમાં મંગળવારથી ૪૫થી વધુ વયનાને કોરોનાની રસી હાલ પુરતી બંધ કરી દીધી છે પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમસીટી રાજકોટમાં આ વર્ગને રસીકરણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

આ અંગે AMC કમિશનર મુકેશકુમારે કહ્યું કે, હાલ વેકસીનનો જથ્થો નથી. સરકાર આજે રસીનો જથ્થો આપશે તો બુધવારે- પરમ દિવસે ૪૫ વર્ષથી વધુના નાગરિકોને રસી અપાશે. જો રસીનો જથ્થો નહીં મળે તો રસી અપાશે નહીં. આજે રસીનો જથ્થો આવી જવાની શકયતા છે.

(11:57 am IST)