ગુજરાત
News of Wednesday, 5th May 2021

જીટીયુ ઓનલાઈન પરીક્ષા શરૂ, ૯૯% વિદ્યાર્થીએ પરીક્ષા આપી

જીટીયુના કુલપતિની વિદ્યાર્થીઓને શુભેચ્છા : ડિપ્લોમા, ડિગ્રી સેમેસ્ટર ૧ અને ૨ના વિવિધ શાખામાં અભ્યાસ કરતા છાત્રોની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ

અમદાવાદ, તા. :  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (ય્ેં) દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી સેમેસ્ટર અને ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ આજરોજથી કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભુંના થાય તથા તેમના અભ્યાસને પણ કોઇ પણ પ્રકારની હાનીના પહોંચે તેની સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે તમામ શાખાઓ માટે ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવેલ છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલ સચિવ ડો. કે. એન.ખેરે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આજરોજ સેમેસ્ટર અને ની પરીક્ષાના પ્રથમ દિવસે ડિગ્રીના ૯૯.૧૪ ટકા અને? ડિપ્લોમાના ૯૮.૭૯ ટકા વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી. કોરોના મહામારીના કાળમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ, લેપટોપ? અને ડેસ્કટોપ જેવા ઉપકરણો દ્વારા સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી છે.

આગામી દિવસોમાં અન્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરાશે. જેનાથી જીટીયુમાં અભ્યાસ કરતાં અન્ય રાજ્યોના અને વિદેશી વિદ્યાર્થીઓ તેમના વતનમાં રહીને ઓનલાઈન પરીક્ષા આપી શકશે.

(9:51 pm IST)