ગુજરાત
News of Tuesday, 4th May 2021

અન્ય રાજ્યમાં ગયેલા અમદાવાદીઓને ફરીથી શહેરમાં પ્રવેશ વેળાએ 72 કલાક પહેલાનો RT PCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત

હાઇકોર્ટની ટકોર બાદ ફરીથી 27-3-2021નો હુકમનો અમલ : તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અન્ય રાજ્યથી પ્રવેશ કરનારને છેલ્લા 72 કલાકનો RT PCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ આવેલ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે અને અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે તે મુજબનો હુકમ 27-3-2021ના રોજ કરવામાં આવ્યો હતો

 આ અનુસંધાને અમદાવાદ મનપા દ્વારા તા;5થી શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં તે મુજબનો સરકારના ઉચ્ચ અધિકરીઓના પરામર્શમાં રહીને કરવામાં આવ્યો હતો તેવામાં નામદાર હાઇકોર્ટ દ્વારા આ મુદા ઉપર ચર્ચા કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ આવેલ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે,

(10:12 pm IST)