ગુજરાત
News of Wednesday, 5th May 2021

સાગબારા તાલુકાના ડાબકા ગામની હાઇ બી પી વાળી સાગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ

કોવિડની મહામારી વચ્ચે માતા બાળકને 108 એમ્બ્યુલન્સ કે હોસ્પિટલમાં કોઈ પણ જાતનુ ઇન્ફેકશન ન થાય તેવી તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સમાં અધૂરા માસે મહિલાની સફળ ડિલિવરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ડાબકા ગામની સુનીતાબેન અર્જુન ભાઈ કાથુંડીયાને પ્રસુતિની પીડા ઉપાડતા તેમણે 108 ઉપર કોલ કરતા ગંગાપુરથી ઈ એમ ટી પ્રિયંકા વસાવા અને પાયલોટ રસિક વસાવા એમ્બ્યુલન્સ લઈ થોડીજ ક્ષણોમાં ડબકા ગામે પહોંચી ગયા હતા, ત્યાં દર્દી ને ચેક કરતા તેમનું બી પી વધારે (160/100) આવતું હતું તેમજ પગે પણ સોજા હતા જે એક્લેમ્પસિયા જેવું ઈ એમ ટી ને લાગ્યું, ઈ એમ ટી પ્રિયંકાબેને દર્દીને સી એચ સી સાગબારા ખાતે લઇ ગયા જ્યાં તેમને મેડિકલ ઓફિસર દ્વારા તપાસી જોખમી ડિલિવરી હોવાથી રાજપીપળા સિવિલમા રીફર કર્યા, ઈ એમ ટી અને પાયલોટ દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઇ સાગબારા થી રાજપીપલા જવા નીકળ્યા ત્યાં સાગબારાથી ડેડીયાપાડાની વચ્ચે દર્દીને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડતા ઈ એમ ટી પ્રિયંકા બેને પાયલોટ રસિક ભાઈને કહી એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રખાવી કીટ તૈયાર કરતા થોડીજ ક્ષણોમાં એમ્બ્યુલન્સ માં જ સફળ ડિલિવરી કરાવી, ત્યાર બાદ જોખમી ડિલિવરી હોવાથી ઈ એમ ટી પ્રિયંકા બેન સેંટરમાં બેઠેલા ફીઝીસિયન સાથે વાત કરી જરૂરી સારવાર આપી અને માતા અને બાળક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા જ્યાં બંને ની તબિયત સારી હોવાનું જણાવેલ છે.
 108ની ટિમ દ્વારા કોરોનાની મહામારીમાં કોરોના સિવાયના આ મુજબના બીજા કોઈ કેસોમાં ઇન્ફેકશનના ફેલાય તેનું પણ ખાસ ધ્યાન રાખે છે તેમજ 108 ના સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સને યોગ્ય રીતે સેનિટાઇઝ પણ કરવામાં આવે છે.

(12:25 pm IST)