ગુજરાત
News of Wednesday, 5th May 2021

ગરુડેશ્વરના મોટીરાવલ પાસે અજાણ્યા મોટરસાયકલ ચાલકે રાહદારીઓને ટક્કર મારતા દંપતી તથા બાળકીને ઇજા


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વરના મોટીરાવલ ગામે અજાણ્યા મોટરસાયકલ ચાલકે બાઇક અથડાતા પતિ પત્ની તથા નાની બાળકી ને ઇજાઓ થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ નગીનભાઈ ગોપાલભાઈ તડવી(રહે મોટી રાવલ)ની ફરિયાદ મુજબ તે તેમની પત્ની અનિતા બેન તથા તેમની દોઢ વર્ષની દીકરી પ્રીતિકા મોટી રાવલ ગામે ચાલતા ઢાળ ચઢી હાઈવે રોડ ઉપર આવતા હતા ત્યારે અજાણ્યા મોટર સાયકલ ચાલક મોટરસાયકલ નંબર જીજે.૦૬. એફઆર.૯૦૫૧ ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ફરિયાદી નગીનભાઈ તડવી ને જમણા પગે અથાડી ફંગોળી દઈ ફેક્ચર કરી તેમના પત્ની અનિતાબેન તથા દીકરી પ્રીતિકાનેે ઇજાઓ પહોંચાડી અજાણ્યો મોટર સાયકલ ચાલક પોતાની મોટરસાઈકલ મૂકી નાસી જઇ ગુનો કરતા કેવડીયા ટ્રાફિક પોલીસે આ બાબતે અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:27 pm IST)