ગુજરાત
News of Wednesday, 5th May 2021

અમદાવાદમા વકિલો સાથે મારૂતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર કંપની લી. અને યુએનઆઇ કંપનીના ફાઉન્ડર સૌરીન ભંડારી સહિત ૯ શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ: અમદાવાદ શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ હતી. જેમાં અગાઉ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી સૌરીન ભંડારી ફરાર હતો. જેની આજે કારંજ પોલીસે મણિનગર ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ કસ્ટડીમાં દેખાતો આ શખ્સ છે સૌરીન ભંડારી, આરોપી સૌરીન ભંડારી વિરુદ્ધ કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપનીના નામે છેતરપીંડી કરવાનો આરોપ છે. કંપનીના ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ વકીલ દ્વારા નોંધવાઈ હતી.

કારંજ પોલીસે અગાઉ 8 આરોપીની ધરપકડ કરી હાલ બાતમીના આધારે મણિનગર ખાતેથી મુખ્ય આરોપી સૌરીન ભંડારીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીએ અમદાવાદમાં અનેક મેટ્રો કોર્ટમાં વકીલાત કરતા વ્યક્તિઓને એફ ડી અને દૈનિક રોકાણ કરવાના બહાને છેતરપીંડીનો ભોગ બનાવવા મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ખોલી હતી.

જોકે આરોપી સૌરીન ભંડારી સાથે તેમનો કોર્ટમાં સંપર્ક થયો હતો, ત્યારે સૌરીન ભંડારીએ એક એફડી કરવાની સ્કીમ આપી હતી. જે સ્કીમમાં પૈસા રોકવાથી વાર્ષિક ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. એક વર્ષ સુધી ફરિયાદી વકીલને વ્યાજ મળ્યું હતું, ત્યાર બાદ વર્ષ 2019 અને 2020નું વ્યાજ ન મળતા ભોગબનાર વકીલને ખ્યાલ આવ્યો હતો કે પોતે છેતરાયો છે. જેના કારણે કરોડોની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી.

કૌભાંડી સૌરિંન બે અલગ અલગ નામથી ફર્મ ખોલી અમદાવાદના નવરંગપુરા અને ગીતામંદીર ખાતે ઓફિસ શરુ કરીને લોકોને ડેઇલી ડાયરી શરુ કરવા દરોજ પૈસા જમા કરવતો. બાદમાં એક વર્ષ પછી વ્યાજ આપવાનુ બંધ કરી દેતા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા. અગાઉ પોલીસે સૌરીન ભંડારીની પત્ની નેહા અને પિતા સહીત 10 લોકો સામે ફરિયાદ નોંધીને 8 લોકોની અગાઉ ધરપકડ કરી હતી.

જ્યારે સૌરીન ભંડારી છેલ્લા કેટલાક સમયથી પોલીસની પકડથી દૂર હતો. જેને પકડી પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું છે કે સૌરીન ભંડારીએ હજારો લોકો સાથે લાખો કે કરોડોની છેતરપિંડી કરી છે, ત્યારે પોલીસે ભોગબનનારને પણ અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યું હોય તો પોલીસ સ્ટેશન સમક્ષ આવી ફરિયાદ નોંધાવે જેથી આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

(4:35 pm IST)