ગુજરાત
News of Wednesday, 5th May 2021

ખેડા જિલ્લામાં કોવીડ ગાઇડલાઇનનો ભંગ કરનાર કુલ 17 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા: જિલ્લામાં  છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.જે મૂજબ વિવિધ કાર્યક્રમોમાં વ્યક્તિઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવે છે.જાહેરનામાનુ પાલન કરાવવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.વળી જાહેરનામુ ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે.

આજે ખેડા જિલ્લામાં નોધાયેલ ફરિયાદમાં  મોટા ભાગની લગ્નની નોધણી કરાવી હોય તેવા,સોશિયલ ડિસ્ટન્સ ભંગ અને માસ્ક પહેર્યા વગર ફરતા લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.તેમજ નડિયાદ શહેરમાં જાહેરનામાનો ભંગ કરવાર વ્યક્તિઓ વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે.જેમાં જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં ચાર,મહેમદાવાદ પાંચ વ્યક્તિઓ વિરુધ્ધ,ચકલાસી બે વ્યક્તિઓ વિરુધ્ધ,ઠાસરા અને સેવાલિયામાં એક-એક વ્યક્તિ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.વળી નડિયાદ રેલ્વે પોલીસે બે વ્યક્તિઓ પાસે અને ઠાસરા અને વસો પોલીસે એક-એક વ્યક્તિ પાસે માસ્ક પહેરવા અંગે દંડ વસુલ્યો હતો.

(5:10 pm IST)