ગુજરાત
News of Wednesday, 5th May 2021

સ્વામી સચિદાનંદજીએ પેટલાદની સિવિલ હોસ્પીટલમાં ઓકસીજન પ્લાન્ટ બનાવવા માટે 35 લાખનાં દાનનો ચેક કલેક્ટરને સુપ્રત કર્યો

આ દાનથી સિવિલ હોસ્પીટલમાં યુદ્ધનાં ધોરણે ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે

પેટલાદ.કોરોનાં સંક્રમણ સતત વધી રહ્યું છે,અને હોસ્પીટલોમાં ઓકસીજનની અછત સર્જાઈ છે,દર્દીઓ ઓકસીજનનાં અભાવે મોતને ભેટી રહ્યા છે,ત્યારે પેટલાદનાં દંતાલી ખાતે આવેલા ભકિતનિકેતન આશ્રમનાં સંત સ્વામી સચ્ચિદાનંદએ આગળ આવી પેટલાદની સિવિલ હોસ્પીટલમાં ઓકસીજન પ્લાન્ટ બનાવવા માટે 35 લાખનાં દાનનો ચેક આજે કલેકટરને સુપ્રત કર્યો હતો.

 કોરોનાં સંક્રમણ વધતા હોસ્પીટલો કોવીડ દર્દીઓથી ઉભરાઈ રહી છે,અને ઓકસીજનની અછતનાં કારણે દર્દીઓ ઓકસીજન વિના મોતને ભેટી રહ્યા છે,ત્યારે સંત સ્વામી સચ્ચિદાનંદજીએ આગળ આવી કોરોનાં મહામારીમાં કોઈ દર્દીનું ઓકસીજનની અછતનાં કારણે મોત નિપજે નહી તે માટે પેટલાદની સિવિલ હોસ્પીટલમાં ઓકસીજન પ્લાન્ટ બનાવવા માટે 35 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી અને તે અંતર્ગત આજે સ્વામી સચ્ચિદાનંદજીએ 35 લાખનાં દાનની રકમનો ચેક કલેકટર આર જી.ગોહીલને સુપ્રત કર્યો હતો.આ દાનથી સિવિલ હોસ્પીટલમાં યુદ્ધનાં ધોરણે ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે,જેથી કોઈનો જીવ બચાવી શકાય

 

(8:46 pm IST)