ગુજરાત
News of Wednesday, 5th May 2021

નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામની સીમમાં ટ્રેક્ટરની ટોલી પરથી નીચે પટકાયેલા વ્યક્તિનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જિયોરપાટી ગામની સીમમાં ટ્રેક્ટરની ટ્રોલી પરથી પટકાયેલા ઇસમનું મોત થતા  રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધર્મેશભાઇ નારણભાઇ રબારી ની ફરીયાદ મુજબ તે તથા શંકરભાઇ નામનો વ્યક્તિ તેમના ખેતરમાથી ટ્રેક્ટરના ટ્રેલરમાં ઘાસ ભરી પરત ઘરે આવતા હતા જેમાં શંકરભાઇ ટ્રેકટરના ટોલી ઉપર ભરેલ ઘાસ ઉપર બેસેલ હોય તે વખતે રસ્તામાં પરેશભાઇ વશરામ ભાઇ રબારી રહે.જિઓરપાટી એ પોતાનુ ટ્રેક્ટર પુરઝડપે અને હંકારતા શંકરભાઇને ટ્રેકટરની ટોલી ઉપરથી નીચે રોડ ઉપર પાડી દઈ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:03 pm IST)