ગુજરાત
News of Wednesday, 5th May 2021

જર ગામના પાસાના ભાગેડુ આરોપીને ૩૦ દિવસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટનું ફરમાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી દેડીયાપાડા તાલુકાના જર ગામના નિશાળ ફળિયાના રહેવાસી સંદિપ જેઠાભાઇ વસાવાનો તા.૧૯/૦૨/ ૨૦૨૧ ના રોજ પાસા હેઠળ અટકાયતનો હુકમ કર્યો હતો જેને રાજ્યના ગૃહ વિભાગ તરફથી ગ્રાહય રખાયો હતો.
 નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી સદરહું પ્રિવેન્ટીવ ડિટેક્શન ઓર્ડરના અમલ માટે સતત પ્રયત્નો કરવા છતાં સંદિપભાઇ જેઠાભાઇ વસાવા છુપાતાં અથવા ભાગતાં ફરે છે, જેના કારણે આ હુકમની બજવણી થઇ શકી નથી જેથી નર્મદા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ એક્ટ- ૧૯૮૫ ની કલમ-8 (2) (a) હેઠળ ભાગેડુ સંદિપભાઇ જેઠાભાઇ વસાવાને તા.૦૪/૦૫/૨૦૨૧ ના હુકમથી દિન-૩૦ માં ગુજરાત રાજ્યનાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ અથવા નજીકનાં પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું ફરમાન કરેલ છે.
ઉપરોક્ત સમય મર્યાદામાં હાજર થવામાં ચૂક થયેથી સંદિપભાઇ જેઠાભાઇ વસાવાની સામે કાયદાની જોગવાઇ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(11:12 pm IST)