ગુજરાત
News of Monday, 4th July 2022

ગુજરાત કોંગ્રેસ સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે :જીત બાદ નક્કી કરશું :કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધુ શર્માના નિવેદનથી અટકળનો અંત

ગુજરાતની ચૂંટણીને લઈ દિલ્લી ખાતે કોંગ્રેસનુ મંથન:પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ, પી.ચિદમ્બરમ, જયરામ રમેશ, મુકુલ વાસનીક,અજય માકન,સુરજેવાલા પણ હાજર

અમદાવાદ ;ભાજપ કોંગ્રેસ પહેલાથી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે રહી રહીને કોંગ્રેસ જાગી છે.ગુજરાતની ચૂંટણીને લઈ દિલ્લી ખાતે કોંગ્રેસનુ મંથન ચાલી રહ્યું છે. જે બેઠકમાં પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ, પી.ચિદમ્બરમ, જયરામ રમેશ, મુકુલ વાસનીક,અજય માકન,સુરજેવાલા પણ હાજર રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામા આવી છે. 

હાલમાં ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિને લઇ ચિંતન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે પણ કોઈ CMનો ચહેરો પ્રમોટ નહીં કરે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધુ શર્માએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ CM પદનો ચહેરો જાહેર નહીં કરે, ચૂંટણી પછી જીત બાદ CM પદનો ચહેરો નક્કી કરાશે તેવી સ્પષ્ટતા તેમણે મૂકી છે. મહત્વનું છે કે સીએમ ચહેરો જાહેર કરે તો કોઈ મોટો વર્ગ નારાજ થવાની ભીતિ કોંગ્રેસને અંદરો અંદર સતાવી રહી છે જેને કારણે સૌને પડખે રાખવા કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણીમાં કોંગ્રેસ સીએમ ચહેરા વગર જ નૈયા પાર કરાવશે. 

(12:34 am IST)