ગુજરાત
News of Tuesday, 5th July 2022

સુરત:ચાર લાખનું યાર્ન ખરીદી કરી ઠગાઇ આચરનાર આરોપીના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

 સુરત: સંજય જરીવાળા વિરુધ્ધ ઠગાઇની અન્ય ફરિયાદો પણ છે ઃ  ફરિયાદપક્ષ પોલીસવાળા રીકવરી એજન્ટ તરીકે કામ કરે છેઃ બચાવપક્ષરૃ.4 લાખના ઉધાર યાર્ન ખરીદીનું પેમેન્ટ નહીં આપી ઠગાઈ કેસમાં સલાબત પુરા પોલીસની ધરપકડથી બચવા આરોપી વેપારીએ કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અમિતાબેન એમ.વૈષ્ણવે નકારી કાઢી છે. રીંગરોડ જશ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે નિલમ ફાયબરના નામે ધંધો કરતા ફરિયાદી સંચાલકે આરોપી સંજય વસંતલાલ જરીવાળા (રે.કોટ શેરી વાડીફળીયા) વિરુધ્ધ સલાબતપુરા પોલીસમાં યાર્ન ખરીદીના નામે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદી પેઢીના સંચાલક પાસેતા.20-4-21થી 10-5-21 દરમિયાન કુલ રૃ.4.02 લાખના ઉધાર યાર્નનો માલ ખરીદીને નિયત સમયમાં પેમેન્ટ ચુકવવાને બદલે ફોન તથા દુકાન બંધ દીધી હતી. જે દરમિયાન આરોપી વિરુધ્ધ અન્ય વેપારીઓએ પણ માલ ખરીદીના પેમેન્ટ નહી ચૂકવ્યાની ઇકો સેલમાં ફરિયાદ કર્યાની જાણ થઇ હતી. આથી સલાબતપુરા પોલીસની ધરપકડથી બચવા આરોપી સંજય જરીવાળાએ આગોતરા જામીન માંગ્યા હતા. તેમાં સલાબતપુરા પોલીસ રીકવરી એજન્ટ તરીકે કામ કરતી હોવા તથા ફરિયાદીએ દિવાની દાવાને ફોજદારી સ્વરૃપ અપાયાના આક્ષેપ કર્યા હતા. જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ઠગાઈનો ગુનો હોઈ તપાસ અધિકારીએ નોટીસ આપવા છતાં હાજર રહ્યા ન હોઈ અર્નેશ કુમારનું જજમેન્ટ લાગું પડતું નથી. ગુનાની તપાસ ચાલુ હોઈ આરોપીની પુછપરછ માટે કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી છે. કોર્ટે આરોપી પેેમેન્ટ ન કરી નાસતા ફરતા હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાતું હોવાનો નિર્દેશ આપી આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી.

(6:59 pm IST)