ગુજરાત
News of Saturday, 5th September 2020

નર્મદા ડેમમાં છોડાયેલા પાણીથી ચાંદોદ પંથકમાં નુકશાન :સાંસદ ગીતા બહેન રાઠવાએ બોટમાં બેસી કર્યું નિરિક્ષણ

આ વિસ્તારને રક્ષણ આપતી સંરક્ષણ દીવાલ ઊભી કરવા સ્થાનિકોએ કરી રજૂઆત

 

નર્મદા ડેમમાં છોડાયેલા પાણીના કારણે ચાંદોદ પંથકમાં ખેતીના પારાવાર નુકશાન થયુ. નદીના પાણી બજાર વિસ્તાર- રહેણાંક વિસ્તાર સહિત કાંઠા કિનારાના ખેતરોમાં ફરી વળ્યા હતા. ત્યારે શુક્રવારે છોટાઉદેપુરના સાંસદ ગીતા બહેન રાઠવાએ ચાંદોદ પંથકની મુલાકાત લીધી. તેઓએ બોટમાં બેસી નદીકિનારાઓનું પણ નિરીક્ષણ કર્યું.ચાંદોદથી કેવડીયા સુધી નિર્માણ પામી રહેલા બ્રોડગેજ રેલવે માટેના નાળાઓના કારણે પણ વરસાદી પાણી ભરાઈ રહે છે..અને ખેડૂતોને નુકસાની વેઠવી પડતી હોય છે..ત્યારે હોય ખેડૂતોએ યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. વર્ષોવર્ષ સર્વે તેમજ સંરક્ષણ દિવાલ બનાવવાના ઠાલા વચનો માત્ર વચનો બની રહ્યા છે. ત્યારે વહેલી તકે વિસ્તારને રક્ષણ આપતી સંરક્ષણ દીવાલ ઊભી કરવામાં આવે તેવી સ્થાનિકોએ ખાસ રજૂઆત કરી હતી.

(12:09 am IST)