ગુજરાત
News of Saturday, 5th September 2020

ગાંધીનગરમાં ૧૦મી એ શિક્ષક સંઘ અને સચિવો વચ્ચે બેઠક

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, પાયાના અણઉકેલ પ્રશ્ન મામલે

જૂનાગઢ તા. ૫ : ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પાયાના અણઉકેલ પ્રશ્નો મામલે ગાંધીનગરમાં ૧૦મીએ માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને શિક્ષણ વિભાગના સચિવોની બેઠક મળશે. આ મીટીંગમાં જેમ પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી સળંગ ગણવા માટેનો ઠરાવ થયેલ છે તે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારેલ છે જેનો આજ દિન સુધી ઉકેલ આવેલ નથી. શાળા બંધ થતાં બિનશરતી કાયમી ફાજલનું રક્ષણ આપવા માટે પણ માંગણી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચનું એરિયસ પાંચ મહિનામાં ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને સાતમાં પગારપંચનું એરિયસ પાંચ વાર્ષિક હપ્તામાં ચુકવવા જાહેર કરેલ હતું. હાલ સુધી ચુકવવામાં આવેલ નથી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રીએ મહામંડળ સાથે વાત કરતા રૂબરૂ મળ્યા હતા. આ ત્રણ પ્રશ્ન ઉકેલવા બાબતે રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ શિક્ષણ મંત્રીએ શિક્ષણ વિભાગના પ્રશ્નો માટે અધિકારી અને સચિવો આગામી ૧૦મીના રોજ મુલાકાત આપી છે. આ અંગે જૂનાગઢ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારા, મહામંત્રી અશ્વિનભાઇ ચાવડાની યાદીમાં જણાવ્યું છે.

(2:43 pm IST)