ગુજરાત
News of Saturday, 5th September 2020

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં સુવા આવતો યુવાન 45 હજારની કિંમતની હીરા ઘસવાની મોટર લઇ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના કાપોદ્રા સોમનાથ સોસાયટીમાં આવેલા હીરાના કારખાનામાંથી રાત્રે સુવા આવતો અને કારખાનનું ધ્યાન રાખતો યુવાન બે દિવસ અગાઉ રૂ.45,000 ની મત્તાની હીરા ઘસવાની ઇલેક્ટ્રીક મોટર સાથેની પાંચ ઘંટી ચોરી ફરાર થઈ ગયો હતો. યુવાન ટેમ્પો બોલાવી તેમાં ઘંટી ચઢાવી લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થતા કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા પાસે રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડીંગ ફ્લેટ નં.1301 માં રહેતા 23 વર્ષીય હર્ષીલભાઇ સુરેશભાઇ ભાયાણી સરકારી ગર્વમેન્ટ કોન્ટ્રાકટર છે . સાથે તે કાપોદ્રા સોમનાથ સોસાયટી મકાન નં.4 ના બીજા માળે હીરાનું કારખાનું પણ ધરાવે છે જેનું સંચાલન મેનેજર રમેશભાઈ લાઠીયા કરે છેઆથી કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં ત્રીજી ઓગસ્ટની રાત્રે 8.30 કલાકે અશ્વીન ટેમ્પો બોલાવી તેમાં ઘંટી ચઢાવી લઈ જતો નજરે ચઢ્યો હતો. આથી હર્ષીલભાઈએ અશ્વીન વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

(5:44 pm IST)