ગુજરાત
News of Saturday, 5th September 2020

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત પાંચમાં ક્રમેથી 10માં ક્રમાકે ધકેલાયું: આંધ્રપ્રદેશ પ્રથમક્રમે પહોંચ્યું

ઉત્તર પ્રદેશ બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમાંકે આવ્યા

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો રેન્કિંગ જાહેર કર્યો છે. જેમાં ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પાંચમાં ક્રમેથી 10માં ક્રમે આવી ગયું છે. આંધ્ર પ્રદેશ પ્રથમક્રમે રહ્યું છે. ઉત્તર પ્રદેશ બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમાંકે આવ્યા છે. ગુજરાત પાંચમા ક્રમાંકે હતું જ્યાંથી નીચે આવી 10માં ક્રમાકે પહોંચ્યું છે.
ગુજરાત રેન્કિંગમાં 10માં ક્રમાકે પહોંચતા કોંગ્રેસ પ્રવક્તા અને સીએ કૈલાશ ગઢવીએ જણાવ્યુ હતું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાતનો રેન્ક ઉતરવા પાછળ ભાજપ સરકાર જવાબદાર છે. એક તરફ ગુજરાત ભાજપ સરકાર ઉદ્યોગ માટે નવી નિતીઓ જાહેર કરે છે અને બીજી તરફ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કમાં ગુજરાત પાછળ ધકેલાઇ જાય છે. ગુજરાતમાં વર્તમાનમાં સરકાર નામની કોઇ ચીજ નથી. સરકારના મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પોતાના મનોરજંન માટે કામ કરતા હોય તેમ કામ કરે છે. ગુજરાત સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી. સિગલ વિન્ડો સિસ્ટમ હોવો જોઇએ. વેપારીઓ આજે ગુજરાતમાં પરેશાન છે. સરકારની કોઇ નીતિ ન હોવાથી નાના વેપારી પાસે કોઇ ધંધો નથી તેથી ગુજરાત રેન્કમાં પાછળ ગયું છે.

(8:25 pm IST)