ગુજરાત
News of Monday, 6th February 2023

અકિલા એક એવું અખબાર છે જે તે ક્યારેય લોભ કે લાલચને વશ થતું નથી; શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી : અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના પત્ની વિણાબેનના સ્વર્ગવાસ નિમિત્તે એસજીવીપી : ગુરુકુલમાં પ્રાર્થનાસભા –ધૂન રાખવામા આવેલ

અમદાવાદ તા. 6  રાજકોટના સુપ્રસિદ્ધ સાંધ્ય દૈનિક અકિલાના મોભી શ્રી કિરીટભાઇ  ગણાત્રાના નાના ભાઇ અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્ની વિણાબેન ગણાત્રાના સ્વર્ગવાસ નિમિત્તે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી,  એસજીવીપી ધર્મજીવન હોસ્ટલના વિદ્યાર્થીઓ,મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ, દર્શન સંસ્કૃત મહાવિદ્યાલયના  વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં હરિભકતોની ઉપસ્થિતિમાં એસજીવીપીના વિશાળપ્રાર્થના ખંડમાં રામ,શ્યામ અને ઘનશ્યામ મહરાજની સાનિધ્યમાં રવિવારે સાંજે કલાકે પ્રાર્થના અને ધૂન રાખવામાં આવેલ

 આપ્રસંગે વિણાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે પરિવાર માટે સ્વજનના વિયોગનું દુઃખ અસહ્ય હોય છે.છતાં આપણે જાણીએ છીએ કે ભગવાનની  ઇચ્છા વિના સુકું પાંદડું પણ હલી શકતું નથી માટે  અસહ્ય દુઃખના પ્રસંગે ભગવાનની મરજી સ્વીકારવી પડશે.

     અકિલા એવુ સુપ્રસિદ્ધ  દૈનિક પત્ર છે કે સમાજમાં એવી કહેવત પડી ગઇ છે તે સવારે ચા અને સાંજે અકિલા.

આવા અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનું વ્યકિત્વ ગૌરવથી ભરેલ છે . કોઇ પણ ગમે તેવા રાજનેતા હોય તોપણ તેને પોતે  મળવા જાય.  જેને મળવું હોય તે તેની ઓફિસમાં આવે.

કિરીભાઇના પુત્ર નિમિષભાઇએ અકિલાનું સુકાન સારી રીતે સંભાળેલ છે.ખરેખર અકિલા રાષ્ટ્ર અને સંસ્કૃતિને વરેલ  સાંધ્ય અખબાર છે.અકિલા એક  એવું અખબાર છે જે તે ક્યારેય લોભ કે લાલચને વશ થતું નથી.આવા અકિલાના મોભી એવા કિરીટભાઇના નાના ભાઇ અને  અકિલાના તંત્રી શ્રી અજીતભાઇના ધર્મપત્ની વિણાબેનના સ્વર્ગવાસ નિમિત્તે    એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલમાં ધૂન ભજન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં  આવી હતી.                  

(2:42 pm IST)