News of Monday, 6th February 2023
મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલ
(કેતન ખત્રી), અમદાવાદઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત મહિલા ઉદ્યમીઓ દ્વારા ઉત્પાદિત અને નિર્મિત વસ્તુઓનાં વેચાણ અર્થે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલ' મેળાનું આયોજન માંડવી બીચ,માંડવી જી.કચ્છ ખાતે કરવામાં આવેલ હતુ. સાત દિવસીય પ્રદર્શન સહ વેચાણ મેળામાં ગ્રામીણ ગરીબ મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી અનુકૂળ ચીજવસ્તુઓની ખરીદી કરવા સ્થાનિક રેહવાસી અને પ્રવાસીઓએ આ મેળાની મુલાકાત લીધી હતી.
(3:16 pm IST)