ગુજરાત
News of Wednesday, 6th July 2022

સાણંદના નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લોકશાહી પર્વ - બાલ સંસદની ચૂંટણીનું આયોજન કરાયું

દેશની ચૂંટણી પ્રક્રિયાની સમજ બાળક મેળવે, મતનું મહત્વ જાણે અને જાગૃત સુદ્રઢ નાગરિકતાના ગુણ વિકસે તથા નેતૃત્વ શક્તિ પણ ખીલે તે હેતુથી બાલ સંસદનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લોકશાહી પર્વ ( બાલ સંસદ) નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ બાલ પ્રમુખ, બાલિકા પ્રમુખ, શિસ્તમંત્રી, શિક્ષણમંત્રી, રમત-ગમત મંત્રી, પ્રાર્થનામંત્રી, ઉર્જામંત્રી, વગેરે ના પદ માટે અરજી કરી ઉમેદવારી નોધાવી હતી.  ઉમેદવારી પદ તરીકે શાળામાં એક સપ્તાહ પ્રચાર કર્યો હતો. અને આચારસંહિતાનું પાલન કરી  ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પવિત્ર મત આપ્યો હતો.  શાળાના પ્રધાનાચાર્ય મનીષ દેત્રોજાએ લોકશાહી ધરાવતા દેશની ચૂંટણી પ્રક્રિયાની સમજ બાળક મેળવે, મતનું મહત્વ જાણે અને જાગૃત સુદ્રઢ નાગરિકતાના ગુણ વિકસે તથા નેતૃત્વ શક્તિ પણ ખીલે તે હેતુથી બાલ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ઉમેદવારો પોતાના પદની જવાબદારીનું વહન કરશે. શાળાના શિક્ષકો તેમજ સંસ્થાના પ્રમુખ  સાગરસિંહ વાઘેલાએ મતદાન કરી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર બાલ સંસદ ( ચુંટણી પ્રક્રિયા ) નું સંચાલન શિક્ષક  અંકુશભાઇ, જીજ્ઞાબેન,સોનલબેન, વાણીબેન અને ગાયત્રીબેને કર્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:56 pm IST)