ગુજરાત
News of Wednesday, 6th July 2022

અનુસૂચિત જાતિના યુવાનો માટે યોગ સેમિનારનું આયોજન : યુવાનોને વિનામૂલ્યે યોગ તાલીમ આપવામાં આવશે

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ૧૮/૦૭/૨૦૨૨થી ૨૪/૦૭/૨૦૨૨ એમ ૭ દિવસના યોગ સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર, અમદાવાદની અખબારી યાદી મુજબ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા તાલુકા મથક ખાતે યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે યોગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર અંતર્ગત યુવાનોને વિનામૂલ્યે યોગ તાલીમ આપવામાં આવશે.
યોગમાં રસ ધરાવતા અનુસુચિત જાતિના યુવાનો માટે તાલુકા મથક ખાતે તા.૧૮/૦૭/૨૦૨૨થી ૨૪/૦૭/૨૦૨૨ એમ ૭ દિવસના યોગ સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
આ યોજનાનો ભાગ લેવા ઈચ્છૂક અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અમદાવાદ, સ્પોર્ટસ હોસ્ટેલ નરોડા, ચાણક્ય સ્કૂલની સામે, શુકન ચાર રસ્તા, નિકોલ-નરોડા રોડ, નિકોલ, અમદાવાદ મોબાઈલ નંબર – ૯૦૧૬૬૪૬૨૧૩, ૮૮૬૬૫૩૨૬૯૩ ઉપર સંપર્ક કરી અથવા રૂબરૂ આવીને નિયત નમૂનાનું ફોર્મ મેળવી તા. ૧૪/૦૭/૨૦૨૨ સુધીમાં આ કચેરીને પરત મોકલી આપવાનું રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા યોગ સેમિનાર અંગેની જાણ કરવામાં આવશે

(7:13 pm IST)