ગુજરાત
News of Saturday, 6th August 2022

કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરે તે ક્યારેય સ્વીકાર્ય નથી :લવ જેહાદ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ ચેતવણી

પ્રેમ કરવાનો તમામને હક છે. તમામ લોકો સાચા નામથી, સાચી ઓળખથી પ્રેમ કરી જ શકે છે

સુરત :રાજ્યમાં લવ જેહાદને લઈને મામલો ગરમાયો છે. આ મામલે પાટીદાર અગ્રણીઓએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી. તો હવે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પ્રેમ કરવાનો તમામને હક છે. તમામ લોકો સાચા નામથી, સાચી ઓળખથી પ્રેમ કરી જ શકે છે. પરંતુ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરે તે ક્યારેય સ્વીકાર્ય નથી.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે સર્વ સમાજની એક જવાબદારી છે પ્રેમ માત્ર એક શબ્દ નથી.પ્રેમ એક ભાવના છે એક શ્રદ્ધા છે.જેનાથી તમામ લોકો ક્યાંયને ક્યાંક આ શ્રદ્ધાથી જોડાયેલા છે. અને જો આ પ્રેમને શ્રદ્ધાને કોઇ બદનામ કરવાનો પ્રયત્ન કરશે તો એવા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવી હું આપ સૌને ખાતરી આપું છુ. પ્રેમ કરવાનો તમામને હક છે. તમામ લોકો સાચા નામથી, સાચી ઓળખથી પ્રેમ કરી જ શકે છે. પરંતુ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરે તે ક્યારેય સ્વીકાર્ય નથી.આ સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ બાબતે સૌ સમાજના લોકોને જવાબદારી સ્વીકારવા આહવાન કર્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નામ બદલીને યુવકો યુવતીઓને ફસાવે છે. આ વાતને લઈને આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી છે.સુરતમાં યોજાયેલ ઈ-એફઆરઆઈની જાગૃતના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

(9:44 pm IST)