ગુજરાત
News of Saturday, 6th August 2022

મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ : સાગબારા પોલીસની બાઝ નજરમાં રૂ.1.76 લાખનો દારૂ ઝડપાયો

--સાગબારા પોલીસે 1.76 દારૂ સાથે 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી : ફરાર બુટલેગરો ની પોલીસે શોધખોળ શરુ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગુજરાત રાજ્યની બોર્ડર ગણાતા નર્મદા જિલ્લામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બાજુના મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઘુસાડી બુટલેગરો ધંધો કરતા હોય આ બાબતે  મહારાષ્ટ્ર બોર્ડર પરથી આવતા વાહનોની ચેકીંગ સાગબારા પોલીસ સતત કરતી હોવાથી આવી ગેકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ડામવા  પીએસઆઇ કે.એલ.ગળચર અને તેમની ટિમ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.જેમાં સાગબારા પોલીસને બાતમી મળી કે એક કાર માં વિદેશી દારૂ ભરી ભરૂચ તરફ લઇ જઈ  રહ્યા છે ત્યારે પોલીસે ચેકીંગ કરતા અમિયાર ગામ નજીક આવેલ આશ્રમ શાળા નજીક ચોપડવાવ ડેમના ઉપર વાસ તરફ જવાના ખેતરાઇ રસ્તા ઉપર એક કાર ચાલક વિદેશી દારૂ ભરી આવતો હોય પોલીસે અટકાવતા આ ચાલાક કાર ભગાડી જતા પોલીસે પીછો કરતા ચાલક કાર મૂકી ભાગી ગયો ત્યારબાદ પોલીસે કારને ચેક કરતા તેની ડીકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ  વ્હીસ્કી“ ની નાની-મોટી બોટલો નંગ- 636 1,76,500 તથા ટોયેટો કંપનીની ઇટીએસ મોડલની ગાડી મળી કુલ 4,06,500 નો મુદ્દામાલ પી.એસ.આઈ કે.એલ ગળચરે ઝડપી અજાણ્યા બુટલેરો સામે ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે. ગાડીના નંબર પરથી તેના મલિક ને શોધી આ ગુનેગારો પોલીસ ઝડપથી શોધી કાઢશે

(11:00 pm IST)