ગુજરાત
News of Saturday, 6th August 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલની જગ્યા જરૂર બદલાઈ પરંતુ સુવિધાઓનાં નામે જૈસેથેની સ્થિતિ : નિરંજન વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં વડા મથક રાજપીપળા ખાતેની GMERS મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલની સરપંચ પરિષદ ગુજરાત,નર્મદા ઝોન નાં પ્રમુખ નિરંજન ભાઇ વસાવા એ મુલાકાત લીધી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જ્યોતિબેન ગુપ્તા સાથે મુલાકાત કરી  દર્દી ઓને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યાર બાદ તેઓ ઇમરજન્સી વોર્ડ,જનરલ વોર્ડ, આઈસીયુ રૂમ.તેમજ અન્ય વોડૅની મુલાકાત લીધી જેમાં જે દર્દીઓને ગંભીર ઈજા કે પછી સિરિયસ પેશન્ટોને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને હાલ નવી જગ્યા પર પણ પાટાપીંડી કરી ને બરોડા રીફર કરવા પડે છે અને ડોક્ટરોનો સ્ટાફ પણ ખૂબ જ ઓછો છે મુલાકાત દરમિયાન ઇમરજન્સી વોડ સિવાય બીજી કોઈપણ જગ્યાએ ડોક્ટર જોવા મળ્યા નથી એટલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની જગ્યા બદલાઈ છે પણ સુવિધાઓ તો જે જૂની હોસ્પિટલમાં હતી એની એ જ છે જેથી કરી વહેલી તકે ડોક્ટરની તેમજ અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને સીટી સ્કેન. એમઆરઆઇ મશીન. લેબોરેટરીના દરેક ટેસ્ટો અહીં ઉપલબ્ધ થાય જેથી બરોડા સુધી દર્દીઓને જવું ના પડે અને દરેકે દરેક સુવિધાઓ અહીંયા મળી રહે, આઇસીયુ રૂમમાં તેમજ અન્ય વોર્ડમાં ડોક્ટરો પૂરતા ન હોવાને કારણે દર્દીઓને હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે જિલ્લા પ્રશાસનને તેમજ રાજ્ય સરકારે વહેલામાં વહેલી તકે નર્મદા જિલ્લામાં આવેલી રાજપીપળા સિવિલ હોસ્પિટલના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જે દર્દીઓને હાલમાં પડી રહેલ મુશ્કેલીઓ આવનારા દિવસોમાં ન પડે અને દર્દીઓ જે અપેક્ષાથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થાય છે એ દર્દીઓ વહેલી તકે સારા અને તંદુરસ્ત થઈ પોતાના પરિવાર સાથે સાજા થઈને જાય એવી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય એવી પ્રમુખ,સરપંચ પરિષદ ગુજરાત,નર્મદા ઝોન નિરંજનભાઇ વસાવા એ આશા વ્યક્ત કરી છે

(11:00 pm IST)