ગુજરાત
News of Saturday, 6th August 2022

નર્મદા જિલ્લાના તિલકવાડામાં પ્રાકૃતિક ખેતીનાં પ્રચાર માટે ખેડુત સંમેલન યોજાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્વંતંત્રતાનાં ૭૫ વર્ષની ઉજવણી- નિમિત્તે નર્મદા કિનારે આવેલા નર્મદા જીલ્લાના તિલકવાડા ગામે ગુજરાત ઇકોલેજીક કમિશન- ગાંધીનગર પ્રાયોજિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને જળ-જમીન નાં પ્રદુષણ ને રોકવા ખેડુતોનો તાલીમ વર્ગ પ્રાથમિક શાળા- નાં હોલમાં યોજાયો, જેમાં ખેડુત આહિરભાઇ,આત્મા પ્રોજેક્ટના એ ટી એમ હસમુખભાઇ ,સંસ્થાના ટ્રસ્ટી પ્રાચીબેન આચાર્ય એ દિપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત ઇકોલેજી કમિશન- ગાંધીનગર દ્વારા આપેલ માર્ગદર્શન મુજબ પ્રોજેક્ટર દ્વારા આત્મા પ્રોજેક્ટ નાં પ્રાકૃતિક ખેતી કરવા માટેની વિડિયો ફિલ્મ બતાવવામાં આવી. પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રચારક તરીકે કાર્યકર્તા ગોપાલભાઇ મીસ્ત્રી એ તેમના અનુભવો અને ખેતીથી થતા લાભો વિશે જણાવ્યુ હતું.સૌ ખેડુત આગેવાનો એ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રતિજ્ઞા કરી ગુજરાત ઇકોલેજી કમિશન તરફથી પત્રીકા/ આત્મા પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.રાજેશભાઇ ચૌહાણ, શિવમ જોશી, માજી સરપંચ અરુણભાઇ તડવી ,રમેશભાઇ બારીયા વિગેરે એ પ્રાકૃતિક ખેતી માટે જનજાગરણ કરવાનો સંકલ્પ કર્યો ૮૦ કરતાં વધુ ખેડુતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો.
આ તબક્કે આત્મા પ્રોજેક્ટના હસમુખભાઇ એ જણાવ્યુ કે રાસાયણિક ખાતરના વપરાશથી જળ અને જમીન પ્રદુષિત થયા છે. માનવીય રોગોનું પ્રદુષણ વધતુ જાય છે. તે માટે જન સુખાકારી માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેતરોમાં રાસાયણીક ખાતરના વાપરવા અને ગાયના મુત્ર-ગોબર અને દેશી સામગ્રીનો ઉપયોગ કરીને જીવામૃત ખાતર પાણી બનાવી વાપરવા આગ્રહ કરવામાં અવ્યો સૌએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો.

(11:06 pm IST)