ગુજરાત
News of Saturday, 6th August 2022

‘ગુજરાત સીને મીડિયા એવોર્ડ' પરિવાર દ્વારા મા આશાપુરા ન્‍યુઝ ચેનલ અને તેમના પ્રતિનિધિ ધવલભાઇ ઠક્કરને એવોર્ડ એનાયત

મારવાડી લોહાણા સમાજનું ગૌરવ ગુજરાત ટુરિઝમ આયોજીત

રાજકોટ તા. ૬ : મારવાડી લોહાણા સમાજનું ગૌરવ ગુજરાત ટુરિઝમ આયોજિત ‘ગુજરાત સીને મીડિયા એવોર્ડ' પરિવાર દ્વારા મા આશાપુરા ન્‍યૂઝ ચેનલને અને તેમના પ્રતિનિધિ ધવલભાઇ ઠક્કરને એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. ગુજરાત ટુરિઝમ અને જી.સી.એમ.એ. પરિવારના સંયુક્‍ત ઉપક્રમે સંસ્‍કારીનગરી વડોદરાના આંગણે સતત ટેલીફોન સંપર્ક ડીરેકટરી-૨૦૨૨ તેમજ ગુજરાત સીને મીડિયા અવોર્ડનું ભવ્‍યતિભવ્‍ય આયોજન પંડિત દિનદયાલ હોલ આજવા ખાતે યોજાઈ ગયો.

સમગ્ર કાર્યક્રમના મુખ્‍ય અતિથિ પદ્મશ્રી કનુભાઈ ટેલર અને માં આશાપુરા ન્‍યૂઝ સુરતના પ્રતિનિધી ધવલભાઈ ઠક્કરે ખાસ હાજરી આપેલ હતી. સાથે સાથે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝ માંથી કિશોરકાકાના હુલામણા નામથી જાણીતા સ્‍મિત પંડ્‍યાજી, સુપ્રસિદ્ધ કોમેડિયન ગ્રેવા કંસારાજી, ફિલ્‍મ અભિનેત્રી યામિનીબેન જોશી, ઉદ્યોગપતિ ચિરાગભાઈ શાહ, લાયન્‍સ દિનેશભાઇ સુથાર, રવિભાઈ પટેલ-સરપંચ પરિસદના મહામંત્રી તેમજ બીજા અન્‍ય મહેમાનોએ ખાસ હાજરી આપેલ હતી.

ગુજરાતના છેવાડાના કચ્‍છથી લઇને ડાંગ આહવાથી પણ મિત્રોએ ખાસ હાજરી આપી હતી. સાથે સાથ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીસમાં જાણીતા નામ એવાᅠસુપરસ્‍ટાર દેવપગલીજી, લોકગાયક ઉમેશ બારોટ, લોકગાયક જયેશ બારોટ તેમજ અન્‍ય ફિલ્‍મ જગતᅠરિજનલ મીડિયા જગતના એન્‍કર સહિતના અનેક નામી અનામી ચહેરા હાજર રહી કાર્યક્રમ સંપન્ન થયો હતો અને આ એવોર્ડમાં માં આશાપુરા ન્‍યૂઝ ચેનલને અને તેમના પ્રતિનિધિનું સન્‍માન કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.

(10:45 am IST)