ગુજરાત
News of Saturday, 6th August 2022

મત જાજો પરદેશ, રાજસ્‍થાની લહેકા સાથે જાણીતા વિડિયો સિંગર દીપ શિખા ચૌધરીનું ગીત ધૂમ મચાવશે

દિલમેં થારો ફોટો છપાયો, આંખોમે આસું દેના જાના, તારી યાદ ઘણી આવે....

રાજકોટ તા.૬: યુ ટયુબ પર જેમના કર્ણપ્રિય વિડિયો સોંગ ધૂમ મચાવે છે તેવા જાણીતા વિડિયો સિંગર દિપ શિખા ચૌધરીના કંઠે વધુ એક વીડિયો સોંગ બહાર પડયું છે.‘આંખમે આસુ દેના જાના, મત જયો પરદેશ, તારી યાદ ઘણી આવે છે' રાજસ્‍થાની લહેકામાં ગવાયેલ આ ગીત ખાસ કરી જેઓ વિવિધ પ્રદેશના લોક ગીતોના પ્રશંસક છે તેઓ ખૂબ પસંદ કરી રહ્યા છે.

દઁીપ શિખાજી દ્વારા સમયાંતરે દેશભકિત, ધર્મના ભેદભાવ વગર દરેક ધર્મના પ્રચલિત સોંગ હોય કે કોરોના વોરિયરને બિરદાવવામાં આ એવોર્ડ વિજેતા સિંગર હંમેશા આગળ રહ્યા છે. તેમના વિશેષ પ્રશંસકો દ્વારા લાંબા સમયથી લોકગીતની માંગણી ધ્‍યાને રાખી રાજસ્‍થાની લહેજામાં આ વિરહ પ્રકારનું સોંગ પોતાના આગવા અંદાજમાં ગાયું છે. તેઓ દ્વારા ગુજરાતજન જાણીતા સિંગરો સાથે પણ નવી પેઢીની પસંદગી મુજબ ગીતો પીરસાય છે. 

(3:24 pm IST)