ગુજરાત
News of Tuesday, 6th December 2022

ઓલેટેક એનએસઈ ઈમર્જ પર તેની એસએમઈ આઈપીઓ ૯મીએ ખુલશે

અમદાવાદઃ ઓલ ઈ ટેક્રોલોજીસ લિમિટેડ (ઓલેટેક) - એક ડિજિટલ ટ્રાન્‍સફોર્મેશન કંપની - તેનો એસએમઇ આઇપીઓ લાવે છે, જે ૯ ડિસેમ્‍બરના રોજ ખુલે છે અને ૧૩ ડિસેમ્‍બરના રોજ બંધ થાય છે. આ ઈશ્‍યુ ૫૩,૫૫,૨૦૦ શેર માટે છે જેની કિંમત રૂ.૮૭ થી રૂ.૯૦. તે પછી કંપની એનએસઈ ઇમર્જ પ્‍લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. સ્‍કાયલાઇન ફાઇનેન્‍શિઅલ સર્વિસસ પ્રાઇવેટ લિમિટેડ  આઇપીઓ માટે રજિસ્‍ટ્રાર છે.

ઓલેટેક - માઈક્રોસોફ્‌ટ બિઝનેસ એપ્‍લિકેશન્‍સ ઇનર સર્કલનો ૬ વખત એવોર્ડ મેળવનાર - એક દાયકાથી વધુ સમયથી બિઝનેસ એપ્‍લિકેશન્‍સ માટે ભારતમાંથી ટોચના માઈક્રોસોફ્‌ટ ભાગીદાર છે. ડિજિટલ યુગના પરિબળો દ્વારા સંચાલિત અવિરત પરિવર્તનના આ યુગમાં, ઓલેટેક ગ્રાહકોને બુદ્ધિશાળી બિઝનેસ એપ્‍લિકેશન્‍સ સાથે આગળ રહેવામાં મદદ કરે છે. માઈક્રોસોફ્‌ટ ડાયનેમિક્‍સ ૩૬૫, પાવર પ્‍લેટફોર્મ, ડેટા અને એઆઈ - માઇક્રોસોફ્‌ટ એઝ્‍યુર અને કોલાબોરેશન પ્‍લેટફોર્મ્‍સ દ્વારા સંચાલિત - એલેટેકના ઉદ્યોગ ઉકેલો બૌદ્ધિક સંપત્તિ અને સેવાઓ તેના ગ્રાહકોને સ્‍પર્ધાત્‍મક અને ઝડપથી બદલાતા બિઝનેસ વાતાવરણમાં જીતવા માટે તૈયાર કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:50 pm IST)