કરાઠા ગામની મહિલા ઉપર ચપ્પુ જેવી ધારદાર વસ્તુ વડે હુમલો કરતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :કરાઠા ગામની મહિલા ઉપર ચપ્પુ જેવી ધારદાર વસ્તુ વડે હુમલો કરતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે, ફરિયાદી નંદાબેન કેશુરભાઈ રોહિત( રહે કરાઠા તાલુકો નાંદોદ) નાઓ કરાઠા ગામની સીમ વિસ્તારમાં આવેલી નદી કિનારે ભેંસો ચરાવવવા માટે ગયા હતા તે સમયે આ કામના આરોપીઓ વાવડી ગામ તરફથી સાયકલ લઈને આવતા ફરિયાદી બહેનને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરી ફરિયાદી બહેનને કાંડાના ભાગે ચપ્પુ જેવા ધારદાર વસ્તુથી ઈજા કરી તથા જમણા હાથની કોણીના નીચેના ભાગે લાકડી વડે ઇજા પહોંચાડી તથા પરેશભાઈ કિશોરભાઈ રોહિતને લાકડી વડે માથાના ભાગે મારી ઇજા પહોંચાડી તથા કુસુમબેનને ગદડા પાટુનો માર મારી ઓછી વત્તી ઇજાઓ પહોંચાડી ધાક ધમકી આપી ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે (1) દેસાઈભાઈ જેઠાભાઇ પરમાર (2) જયેન્દ્રભાઈ જેઠાભાઇ પરમાર (3) જવરબેન જેઠાભાઇ પરમાર વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.