ગુજરાત
News of Tuesday, 6th December 2022

નાંદોદ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત પાક્કી હોવાની વાતે EVM ની વોચ માટે અપક્ષ ટેકેદારોનાં ધામા

અપક્ષ ટેકેદારો EVM સ્ટ્રોંગ રૂમ જ્યા છે એ કોલેજ કમ્પાઉન્ડ બહાર સીસીટીવીથી સજ્જ મંડપ બનાવી કોલેજમાં જતી આવતી ગાડીઓ પર વોચ રાખી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત અને ભારત દેશ ભરમાં કિસ્સો નહિ બન્યો એવો કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે. નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની વાતો કરતા તંત્ર પર  ઉમેદવારના ટેકેદારોને વિશ્વાસ ના હોય રાજપીપલા ખાતે અપક્ષ ટેકેદારો EVM સ્ટ્રોંગ રૂમ જ્યા છે એ કોલેજ કમ્પાઉન્ડ બહાર સીસીટીવી સજ્જ મંડપ બનાવી કોલેજમાં જતી આવતી ગાડીઓ પર નિગરાની કરે છે અને એક સભ્ય સ્ટ્રોંગ રૂમ બહાર નિગરાની કરે છે.
નર્મદા જિલ્લાની નાંદોદ વિધાન સભા બેઠક માટે આ વખતે ભાજપે મહિલા ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપતા ભાજપના જ પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવા એ અપક્ષ ઉમેદવારી કરી  જીત માટે તેમના કાર્યકરોએ ખુબ મહેનત કરી અને તેમની જીત પાક્કી ગણાવતા હોય સરકારી તંત્ર અન્ય પક્ષના ઇસારે કોઈ EVM માં ચેડાં ના કરી શકે એ માટે તેમને વહીવટી તંત્રને રજૂઆત કરી જાતે નિરીક્ષણ રાખાવાની મંજૂરી માંગી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ એક વ્યક્તિ સ્ટ્રોંગ રૂમ બહાર રહી શકે અને અન્ય કોઈ પણ નહિ ત્યારે જ્યા છોટુભાઈ વ્યાયામ પ્રચારક મંડળની કોલેજના કેમ્પસમાં એક રૂમમાં સ્ટ્રોંગ રૂમ હોય કમ્પાઉન્ડમાં જવા પણ બાહ્ય વ્યક્તિઓને પણ મનાઈ હોય અપક્ષ ટેકેદારોએ છોટુભાઈ પુરાણી કોલેજ ના કમ્પાઉન્ડ બહાર મંડપ લગાવી સીસીટીવી કેમેરા લગાવી રાત દિવસ નિગરાની કરી રહ્યા છે. રાત્રે ચારથી પાંચ લોકો વારાફરથી રાત્રી રોકાણ અંદર અને બહાર કરે છે. ત્યારે તંત્ર પણ આ બાબતે સજાગ બન્યું છે.
 નાંદોદ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર 25 હજારથી વધુ લીડથી જીતે છે એવો અમારા તમામ કાર્યકરો નો વિશ્વાસ છે અને અમે એટલી મહેનત કરી છે ત્યારે કોઈના દબાણવસ તંત્ર EVM સાથે ચેડાં કરાવી શકે અને કોઈ ગરબડ કરાવી શકે EVM બદલી પણ શકે એવી શક્યતાઓ ની અમને શંકા છે એટલે અમે અમારી નજર સામે આ મેદાન અને સ્ટ્રોંગ રૂમ રહે એવી વ્યવસ્થા કરી છે. કેટલીય કાળા કાચ વળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ અંદર પોલીસ નોંધ્યા વગર જવા દે છે અમારી પાસે રેકોર્ડિંગ છે પણ તમામ ગાડીઓ નોંધે એટલે અમને ખબર પડે અને જ્યાં સુધી સ્ટ્રોંગ રૂમ ખોલી મતગણતરી ન ચાલુ થાય ત્યાં સુધી અમે બેસી નિગારની રાખીશું >>>પરેશ પટેલ (રાજપીપલા અપક્ષ ટેકેદાર

(10:06 pm IST)