રાજપીપળા નવા ધાબા ફળીયામાં છૂટાછેડા આપવા પતિને ફોન પર ધમકી આપતા શખ્સ સામે ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં નવા ધાબા ફળિયામાં રહેતા પતિને પત્ની સાથે છૂટાછેડા આપવા મોબાઈલ ફોન પર ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ મહિલાના પતિએ પોલીસ ફરિયાદ આપી છે
પ્રાપ્ત માહિતી અનુસાર પૃથ્વીકુમાર વિજયભાઇ વસાવા( ઉ.વ.૨૮)( રહે-નવા ધાબાફળીયા રાજપીપલા )એ આપેલી ફરિયાદ મુજબ તેમના પત્નિ અનસુયાબેન સાથે વિક્રમ સિંહ મહેશભાઈ જાડોન( રહે.કોસંબા તા.માગરોલ જી.સુરત) નાં શોસ્યલ મીડીયાથી પ્રેમ-સબંધ બંધાયેલ હોય અને પતિના પત્ની અનસુયાબેન સાથે છુટાછેડા થયેલા ન હોવાથી વિક્રમસિંહ એ અનસુયાબેન સાથે છુટાછેડા આપી દે તે માટે પતિને દબાણ કરવા માટે મોબાઇલ ફોનથી ગમે-તેમ ગાળો બોલી મારી નાખવા માટેની ધમકી આપી શારીરીક પીડા આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે વિક્રમ સિંહ જાડોન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.