ગુજરાત
News of Tuesday, 7th February 2023

રાજ્યના ખેડૂતોને ફરી વખત મુસીબતોનું માવઠું: 22 થી 26 દરમિયાન હળવા વરસાદની શક્યતા

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું, ત્યારે ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરાઈ છે. 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.

(12:56 am IST)