ગુજરાત
News of Friday, 7th May 2021

ખેરગામમાં પાણીના બગાડથી લોકોમાં નારાજગી: લાઈનના ભગાણથી મોટી માત્રમાં પાણીનો બગાડ

(કાર્તિક બાવીશી દ્વારા )નવસારી જિલ્લાના ખેરગામ વિસ્તારમાં ઘરેઘર પાણી પહોંચાડવા માટે ગ્રામ પંચાયત દ્વારા વર્ષો જૂની પાઇપલાઇન જેતે વિસ્તારમાંથી રસ્તાની બાજુમાંથી પસાર કરવામાં આવેલી છે,આ પાઇપલાઇનને ઘણા વર્ષો વીતી ગયા હોવાથી વખતો વખત લાઇન જામ થવાના કે ખોટકાઈ જવાના બનાવો બનતા હોય છે.પટેલ ફળિયામાં બાબુભાઇ ચનાવાળાના ઘર પાસેથી પસાર થયેલી લાઈનમાં છેલ્લા બે દિવસથી ભંગાણ પડતા પંચાયતનું પાણી આપવાનું શરૂ થાય ત્યારે પાણી મોટી માત્રામાં બહાર આવતું હોય છે.પંચાયત દ્વારા લાઈનની મરામત માટે અહીં ખોદકામ પણ કરવામાં આવ્યું છે.પંચાયતની મેઈન લાઇનમાં ભંગાણ થયું હોવા છતાં ગામમાં બધે જ પાણી રાબેતા મુજબ મળી રહ્યું છે.પરંતુ લાઈનની મરામત થાય તો બહાર રસ્તા ઉપર ઉભરાતું પાણીનો બગાડ અટકાવવા માટે ઝડપી લાઈનની મરામત કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ છે.
ખેરગામ ગ્રામપંચાયતના ઇન્ચાર્જ સરપંચ કાર્તિક પટેલે જણાવ્યું હતું.કે  ખેરગામ બજાર વિસ્તારમાં નંખાયેલી પાણીની પાઇપલાઈન ઉપરથી હેવી વાહન પસાર થવાથી લાઈનમાં ભંગાણ થયું હોય એવું લાગે છે,જોકે હાલ ઉનાળો હોય ગામમાં ક્યાંય પાણી બંધ રાખ્યું નથી,બધે રાબેતા મુજબ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.જેના કારણે થોડું પાણી બહાર આવે છે.પાઇપ લાઈનની મરામત પણ ચાલુ કરી દેવામાં આવી છે.

(10:59 am IST)