ગુજરાત
News of Friday, 7th May 2021

મીની લોકડાઉનના અસરકારક અમલ માટે સવા લાખ પોલીસ દળ મેદાને

એક વર્ષમાં ગુજરાતમાં ખાખીની ખુમારી સાથે ખાખીની ખાનદાનીનો પ્રત્યક્ષ અનુભવ થતાં લોકો આફ્રિન, પ્રદીપસિંહ જાડેજા દ્વારા મોહ ફાટ પ્રસંશાથી પોલીસ તંત્રની છાતી ગજગજ ફૂલી, 'અકિલા' દ્વારા રસપ્રદ તારણ : મોતના સોદાગરો દ્વારા નકલી અને કાળા બજારમાં વેચાતા ઈન્જેકશનના ૧૦૩ પૈકી ૯૨ આરોપીઓની ધરપકડ કરી : અત્યાર સુધીમાં પોલીસ અઘિકારીઓ, સ્ટાફ અને એસ.આર.પી જ્વાનો મળી ૧૨૫૬૩ કોરોના સંક્રમિત,ગૃહ મંત્રી દ્વારા સમીક્ષા બેઠકમા માહિતી,આગળની રણનીતિ તૈયાર કરવા મંથન

રાજકોટ તા.૭ છેલ્લા એક વર્ષ દરમિયાન અર્થાત્ કોરોના મહામારી સમયે ગુજરાત પોલીસની ખૂબ પ્રચલિત ખુમારી સાથે લોકોમાં જે રીતે પોલીસ મિત્ર બની તેનાથી લોકોમાં ખાખીની ખાનદાનીના પ્રત્યક્ષ દર્શન થયા તેમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પોલીસના ટોપ ટુ બોટમ સ્ટાફની કામગીરી અંગે ગર્વભેર જાહેરાત કરતા. છેલ્લા એક વર્ષથી દિવસ રાત જાનના જોખમે અન્ય લોકોને બચાવવા ફરજ બજાવતા પોલીસ તંત્રમાં કોરોના વેકિસન કરતા વધુ અસર થયાની લોક લાગણી 'અકિલા' સમજ્ઞ સંખ્યા બંંધ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા વ્યકત થઇ છે.                  

  એડીશનલ ચીફ સેક્રેટરી હોમ પંકજ કુમાર અને રાજ્ય પોલીસ તંત્રના ખૂબ અનુભવી એવા મુખ્ય પોલિસવડા આશિષ ભાટિયાની વિશેષ ઉપસ્થિતિવાળી આ સ્પેશ્યલ સમીક્ષા બેઠક વિડિયો કોન્ફરન્સીંગ મારફત યોજાયેલ જેમાં ગુજરાતના તમામ ઉચ્ચ અફસરો ઉપસ્થિત રહ્યાં હતાં.

  રાજ્યમાં મીની લોકડાઉન અને નાઈટ ફર્ફ્યૂં સહિતની કામગીરીની કડક અમલવારી માટે સવા લાખથી વધુ જવાનો ખડેપગે

 કોવિડ ગાઈડલાઈન મુજબ લદાયેલા પ્રતિબંધોની અસરકારક અમલવારી માટે રાજ્યમાં ૫૬,૬૧૬ પોલીસ, એસઆરપી કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯,૪૪૪ જીઆરડી જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત

 કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં અને નાગરિકો સુરક્ષિત રહે તે હેતુસર માસ્ક ન પહેરતા વ્યકિતઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ

રેમડેસિવિર ઈન્જેકશનની સંગ્રહખોરી-કાળાબજારી અને નકલી ઈન્જેકશન બનાવતા તત્વો સામે સઘન

કામગીરીઃ ૩૨ ગુનાઓ દાખલ : ૧૦૩ આરોપીઓ પૈકી ૯રની ધરપકડ : રૂ. ૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫,૮૩૩ રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો જપ્ત

 અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત ચેક કરવા માટે ૫૦ ઈન્ટર સ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત

 અત્યાર સુધીમાં કુલ ૧૨,૫૬૩ પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયાઃ હાલ ૩,૧૪૪ કેસ એકિટવ, ૮૮ હોસ્પિટલાઈઝ

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 'મારું ગુજરાત કોરોના મુકત ગુજરાત' અભિયાન શરૂ કરી એ માટે અલગ-અલગ વિભાગને આ માટે પ્રયત્નશીલ થવા માર્ગદર્શન પુરૂ પાડ્યુ છે. ત્યારે કોરોનાની આ મહામારીમાં સંક્રમણની સાંકળ તૂટે તે હેતુસર લગાવવામાં આવેલા નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધોની કડક અમલવારી, ટ્રાફિક મેનેજમેન્ટ માસ્ક ચેકિંગ, ચેકપોસ્ટ પર ચેકિંગ સહિતની કામગીરી માટે એક લાખથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનું દળ રાજ્યભરમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે. જેમાં ૫૬,૬૧૬ પોલીસ, ૮૯ એસઆરપી કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯,૪૪૪ જીઆરડી જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો રાજ્યમાં નાઈટ કર્ફ્યૂં સહિતની કામગીરીની અમલવારી માટે સતત ખડેપગે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રેમડેસિવિર ઈન્જેકશનની સંગ્રહખોરી અને કાળાબજારી ઉપરાંત નકલી ઈન્જેકશન બનાવવાની વિકૃત માનસિકતા ધરાવતા મોતના સોદાગર સામે પણ અમે કડક હાથે કામગીરી કરી રહ્યાં છીએ. જેના ભાગરૂપે રાજ્યભરમાં અત્યારસુધીમાં આવા ૩૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૧૦૩ આરોપીઓ પૈકી ૯ર આરોપીઓની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. પોલીસે રૂ. ૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫,૮૩૩ રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો જપ્ત કરી કડક કામગીરી હાથ ધરી છે. નાગરિકોના જીવ સાથે રમત કરી નકલી ઈન્જેકશોના ઉત્પાદન કરનારા તથા સંગ્રહખોરી કરનારા આવા તત્વો સામે મનુષ્ય વધ સહિતના કડકમાં કડક ગુનાઓ દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આવા તત્વો સામે પાસા એકટ હેઠળ પણ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે.

 રાજકોટ  કોરોના કાળ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરનાર પોણો ડઝન પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફના સન્માન ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવેલ. ઉકત સન્માનમાં રાજકોટ dcb પોલિસ મથકના યોગેન્દ્રસિહ જાડેજા પોલીસ હેડ કવાટરમા ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ વિક્રમભાઈ ડાંગર  સામેલ છે. અન્ય નામોની વિગત આ મુજબ છે. ઉકત પ્રસંગે એડી.ચીફ સેક્રેટરી હોમ પંકજ કુમાર અને મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત ટોચના અફસરો ઉપસ્થિત રહેલ.

શ્રી એ. પી. ચૌહાણ -  મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા, સુરત,  શ્રી કે. ડી. જાડેજા - પી.આઇ., શાહીબાગ પોલીસ સ્ટેશન, અમદાવાદ, શ્રી એસ. જે. દેસાઇ પી. એસ. આઇ., ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર, શ્રી કે. એચ. રોયલા પી.એસ.આઇ., હરણી પોલીસ સ્ટેશન, વડોદરા, શ્રી એ. બી. મિશ્રા પી.એસ.આઇ., વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા, શ્રી યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા - પોલીસ હેડ કોન્સ્ટેબલ, ડી.સી. પોલીસ સ્ટેશન, રાજકોટ, શ્રી મહેન્દ્રભાઈ ભીખાભાઈ -પોલીસ હેડ કોન્સ્ટેબલ, એલ.સી.બી., પશ્ચિમ રેલ્વે અમદાવાદ, શ્રી વિક્રમભાઈ પરબતભાઈ ડાંગર - પોલીસ

રાજકોટ તા.૭, સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ ભરૂચની કોવીડ હોસ્પિટલની આગની ઘટનાની બાબતને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ખૂબ ગંભીરતાથી લઈ નિવૃત્ત જસ્ટિસ લેવલે તપાસ કરવાની જાહેરાત સાથે પારદર્શિતા જાહેર કરી છે.  ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી એ મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસ પંચ યોગ્ય તપાસ કરીને ઘટના બનવા પાછળના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે. ભરૂચ ખાતેની આ દુઃખદ ઘટના સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દુઃખની લાગણી વ્યકત કરી છે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંપૂર્ણ સંવેદના સાથે મૃતકોના પરિવારજનોને સહાયરૂપ થવા રૂપિયા ૪ લાખને સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

(3:23 pm IST)