ગુજરાત
News of Friday, 7th May 2021

વડોદરામાં લગ્નની લાલચ આપી ભગાડી લઇ જઈ નરાધમે આંઠ મહિના સુધી યુવતી પર બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરમાં  લગ્નની લાલચ આપી પોતાના ઘરે ભગાડી જઇ આઠ મહિના સુધી બળજબરીપૂર્વક બળાત્કાર કરનાર પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને મારામારીનો ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતી વંદનાબેન (નામ બદલ્યું છે) બસ 2018 દરમિયાન રઘુકુલ વિદ્યાલય માં અભ્યાસ કરતી હતી .તે સમય તેની  બહેનપણીનો ભાઈ અલ્પેશ કાંતિભાઈ સોલંકી (રહે- શરદ પૂર્ણિમા સોસાયટી, અભિલાષા ચાર રસ્તા ,વડોદરા ) સાથે પરિચય થયા બાદ બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાયો હતો. 4 ઓગસ્ટ 2020 દરમિયાન અંગે બંનેના પરિવારજનોને જાણ થયા બાદ અલ્પેશ લગ્નની ખાતરી આપતા  યુવતી ભાગીને યુવકના ઘરે રહેવા પહોંચી હતી. જ્યાં અલ્પેશ શરીર સુખ માણવા દબાણ કરતા યુવતીએ પ્રતિકાર કરતાં જણાવ્યું હતું કે લગ્ન બાદ શારીરિક સંબંધ બાંધી શું જોકે  પ્રતિકાર કર્યો હોવા છતાં અલ્પેશ જબરજસ્તીથી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો .ત્યારબાદ આઠ મહિના સુધી લગ્ન કરવાની વાતને ટાળી અલ્પેશએ સિલસિલો ચાલુ રાખી અંતે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને અવારનવાર ઝઘડો કરી માર મારતો હતો.

(5:41 pm IST)