ગુજરાત
News of Friday, 7th May 2021

ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનામાં ભરખમ વધારો:ગ્લાસ બનાવતી કંપનીમાંથી તસ્કરો 20 હજાર રોકડ લઇ છનનન.....

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલ તાલુકાના છત્રાલમાં આવેલી ગ્લાસ બનાવતી કંપનીમાંથી તસ્કરો ર૦ હજાર રૃપિયા રોકડા અને બાજુમાં આવેલી કંપનીના વોચમેનના ઘરેથી ૧પ હજાર રૃપિયાની રોકડ ચોરીને પલાયન થઈગયા હતા. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે.    

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કાળ દરમ્યાન પણ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે કલોલ તાલુકાના છત્રાલમાં આવેલી ફેકટરી અને બાજુની ફેકટરીના સિક્યોરીટી ગાર્ડના ઘરે તસ્કરો ત્રાટકયા હતા અને ચોરી કરવામાં સફળ રહયા હતા. સંદર્ભે છત્રાલમાં આવેલી ક્રિષ્ના ટફ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સીએસડી મેનેજર ઘનશ્યામભાઈ ઈશ્વરલાલ જહાંગીરે ફરીયાદ નોંધાવી હતી કે ગત મંગળવારે સાંજના સમયે તેમની ઓફીસ બંધ કરીને ઘરે ગયા હતા અને ગઈકાલે તેઓ સવારના સમયે ઓફીસમાં આવતાં ઓફીસની બારીનો કાચ ખુલ્લો જણાયો હતો અને ઓફીસમાં રહેલી તીજોરીમાંથી ર૦ હજાર રૃપિયા રોકડાની ચોરી થઈ હતી. તો સંદર્ભે તેમણે શેઠને જાણ કરી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે બાજુમાં આવેલી સનફલેક્સ રીસાયકલીંગ કંપનીમાં વોચમેનના ઘરેથી પણ તસ્કરો સુટકેશ ચોરી ગયા હતા અને તમાંથી ૧પ હજાર ચોરી લઈ સુટકેશ કંપનીની પાછળ ફેંકી દીધી હતીજેથી મામલે હાલ તો કલોલ તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:42 pm IST)