ગુજરાત
News of Friday, 7th May 2021

કોરોના ક્રુર :વલસાડ જિલ્લામાં ઍક જ દીવસ માં ૧૨ ને ભરખી ગયો: ૧૦૩ નવા કેસો સામે ૧૦૫ દર્દી ઓ સાજા થયા

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :વિશ્વભર માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોના સતત ક્રુર બનતો જાય છે.

   આજે ઍટલે કે ૦૭ મી મે ના રોજ એકજ દિવસ માં કોરોના એકસાથે ૧૨ દર્દી ઓ ને ભરખી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
  આજે જીલ્લા ના તાલુકા ઓ માં વલસાડ ૨૯, પારડી ૦૮, વાપી ૨૪, ઉમરગામ ૨૪, ધરમપુર ૧૭, અને કપરાડા ૦૧ મળી ૧૦૩ નવા કેસો આવેલ છે. જોકે એમની સામે આજે એક સાથે ૧૦૫ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે.
  ગયા અઠવાડિયે એ ઍક અઠવાડિયા નું સ્વૈચ્છિક લોક ડાઉન અને હાલ માં ૦૭ દિવસ નુ ગૂજરાત સરકાર નુ લોક ડાઉન હોવા છતાં હજુ પણ જાણે કોરોના ની ચેન તૂટતી જણાતી નથી.

(6:54 pm IST)