ગુજરાત
News of Friday, 7th May 2021

કોરોના સામે મુકાબલો કરવા KDCC બેન્ક વ્હારે : 1.20 કરોડ રૂપિયાની સહાયતા કરી

નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ૫૦ બેડના ઓક્સિજન પ્લાન્ટ માટે ૮૦ લાખ ફાળવ્યા: બલ્ડ/પ્લાઝમાં કલેક્શન માટે ટ્રાન્સપોર્ટેશન વાન પેટે ૪૦ લાખની સહાય આપી

નડિયાદ : KDCC બેન્ક દ્નારા નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે ૮૦ લાખ અને ચાંગાની ચારુસેટ હેલ્થ કેર એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનને બલ્ડ/પ્લાઝમાં કલેક્શન માટે ટ્રાન્સપોર્ટેશન વાન પેટે ૪૦ લાખની સહાય આપી છે. આમ કોરોના સામે લડવા માટે બેન્ક દ્વારા એક કરોડથી વધારે સહાયતા આપી છે.

ચરોતરની સૌથી મોટી સહકારી બેન્ક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન ધીરૂભાઈ ચાવડા અને વા.ચેરમેન અને આણંદથી કોંગ્રેસ ના MLA કાતિભાઇ સોઢાપરમાર ની આગેવાનીમાં કોરોના કપરા કાળમાં જીલ્લા બેન્ક પ્રજાની વ્હારે આવી છે.

ખેડા જીલ્લા સહકારી બેંક દ્વારા નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં ૫૦ બેડના ઓક્સિજન પ્લાન્ટ માટે ૮૦ લાખ ફાળવ્યા અને ચાંગાની ચારુસેટ હેલ્થ કેર એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનને બલ્ડ/પ્લાઝમાં કલેક્શન માટે ટ્રાન્સપોર્ટેશન વાન પેટે ૪૦ લાખની સહાય ફાળવી છે.

(1:14 am IST)