ગુજરાત
News of Saturday, 7th May 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 27 નવા કોરોના કેસ નોંધાયા:વધુ 19 દર્દીઓ સાજા થયા :આજે ખેડામાં એક દર્દીનું મૃત્યુ થયું: રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,13,401 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 42.129 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 125 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો


અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 27 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 19 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,401 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે,અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 42.129 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,81.57.779 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 125 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દીઓ વેન્ટિલેટર પર  નથી અને 125 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 27 કેસમાં અમદાવાદ શહેરમાં 19 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 3 કેસ, બનાસકાંઠા,ગાંધીનગર કોર્પોરેશન,ખેડા, મહીસાગર,અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

(8:04 pm IST)