ગુજરાત
News of Saturday, 7th May 2022

રાજપીપળાના એડવોકેટ પ્રતીક પટેલને કાયદા મંત્રીના હસ્તે આણંદ લો કોલેજ ખાતે ગોલ્ડ મેડલ એનાયત કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં રહેતા જાણીતા એડવોકેટ પ્રતિક ભાઈ પટેલને આજે આણંદ લો કોલેજમાં એલએલબીના અંતિમ વર્ષમાં ડિસ્ટિંગ્સન મેળવતા કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હોય તેમણે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે
ઉલ્લેખનીય છેકે અગાઉ પણ આણંદ લો કોલેજ દ્વારા તેમને અગાઉના વર્ષો માં પણ એલએલબીમાં ડિસ્ટિંગ્સન મેળવતા ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો ત્યારબાદ હાલ 2018-19 ના વર્ષ માં પણ ડિસ્ટિંગ્સન મેળવી સતત બીજી વાર ગોલ્ડ મેડલ મેળવતા રાજપીપળા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને જાણીતા એડવોકેટ પ્રતિકભાઇ અનિલભાઈ પટેલે હર્ષની લાગણી અનુભવી હતી અને લો કોલેજમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે.જોકે 2018-19ના વર્ષમાં તેમનું પરિણામ આવી ગયું હતું પરંતું કોરોના કાળ ના કારણે આણંદ લો કોલેજ દ્વારા મેડલ વિતરણ કાર્યક્રમ હાલમાં થતાં શનિવારે આણંદ લો કોલેજ ખાતે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.જે નર્મદા જિલ્લા માટે ખૂબ ગૌરવની બાબત કહી શકાય

   

(10:35 pm IST)