ગુજરાત
News of Saturday, 7th May 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા બહારથી લવાયેલા સફાઈ કામદારોની કામગીરી બાબતે વારંવાર ઉઠતી બૂમ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં અમુક વિસ્તારોમાં વધુ ગંદકી જણાતી હોય પાલિકાના સફાઈ કામદારો પૈકી મોટા ભાગના નિવૃત્ત થતા હંગામી કામદારો પાસે કામ લેવાતું હતું પરંતુ કામદારોની ઘટના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ગંદકી ખદબદતી જોવા મળતી હતી જેથી પાલિકા સત્તાધીશો એ એમ.પી.ની સફાઈ કામદારોની ટિમ સાથે કોન્ટ્રાકટ કરી સફાઈ કામદારો શહેરમાં ઉતાર્યા જેઓ હવે શહેરના વધુ ગંદા વિસ્તારોમાં દિવસે સફાઈ કામગીરી ચાલુ કરી છે પરંતુ આ સફાઈ કામગીરી બાબતે વેઠ ઉતારાઈ રહી હોવાનું ઘણા વિસ્તારોમાં જોવા મળ્યું જેમાં અગાઉ દરબાર રોડની બૂમ બાદ હાલમાં લાલ ટાવર નજીકના વિસ્તારમાં સફાઈ કરતા આ કર્મચારીઓ સ્થાનિકોને ઉડાઉ જવાબ આપી પોતાની મનમાની કરતા હોવાનું જાણવા મળ્યું છે.
તદઉપરાંત આ સફાઈ કર્મચારીઓને ગટર સફાઈ કે અન્ય કોઈપણ સફાઈ બાબતે કહેતા એ અમારું કામ નથી બીજા માણસો આવશે તેમ જણાવી મામુલી ઝાડુ મારી જતા રહ્યા બાદ ખદબદતી ગટરો માટે કોઈ તકેદારી લેવાતી નથી તેમ સ્થાનિક રહીશ વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું.

   

(10:46 pm IST)