News of Thursday, 7th July 2022
વડીયા ગામ પાસેની વૃંદાવન રો હાઉસ માથી વકીલની મોટરસાઇકલની ચોરી થતા ફરિયાદ નોંધાઈ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાથી અવાર નવાર મોટરસાઇકલની ચોરીની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે ત્યારે હાલમાં પણ વડીયાના વૃંદાવન રો હાઉસમાથી બાઈકની ચોરી બાબતે ફરિયાદ દાખલ થઈ છે
વૃંદાવન રો હાઉસમાં રહેતા અને વકીલાત કરતા સંગ્રામસિંહ નરેન્દ્રસિંહ મત્રોજાની સાઇન મોટરસાઇકલ નંબર GJ.22.K.4950 કાળા કલરની છે ગાડી જેની કિં.રૂ.૩૦,૦૦૦- ને કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો છે.
(10:23 pm IST)