ગુજરાત
News of Thursday, 7th July 2022

નિવાલ્દા ગામે બોર માટે ખેડૂતો પાસે 32 લાખ રૂપિયા જેવી રકમ ઉઘરાવી વિશ્વાસઘાત કરનાર ચાર સામે ફરિયાદ

નિવાલ્દા ગામે બોર માટે ખેડૂતો પાસે 32 લાખ રૂપિયા જેવી રકમ ઉઘરાવી વિશ્વાસઘાત કરનાર ચાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ખેડૂતોને પાણીના બોરની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર સામે દેડીયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી મુજબ ફતેસિંગભાઈ બાવાભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ નિવાલ્દા ગામમાં  એગ્રી વર્લ્ડ સેન્ટર દક્ષિણ ગુજરાત નિવાલ્દાના સુપરવાઈઝર  તથા એગ્રી વર્લ્ડ સેન્ટર દક્ષિણ ગુજરાત નિવાલ્દાન મેનેજર તથા એગ્રી વર્લ્ડ સેન્ટર દક્ષિણ ગુજરાત નિવાલ્વ ના સુપરવાઈઝર અને એગ્રી વર્લ્ડ સેન્ટર દક્ષિણ ગુજરાત નિવાલ્દા તથા અપ્રોધા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. વ્યારાના સંચાલક તથા તપાસમાં નીકળે તે અન્ય શખ્સોએ ભેગા મળી એગ્રી વર્લ્ડ સેન્ટર દક્ષિણ ગુજરાત નિવાલ્દા નામની સંસ્થાને સરકારી સંસ્થા ગણાવી સભ્ય બનાવવાની તથા બોર બનાવવા માટે પચાસ ટકા સરકારી સહાયની લાલચ આપી અમુક ખેડુતોના બોર બનાવી વિશ્વાશમાં લઈ કુલ ૧૪૪ ખેડુતોના સભ્ય ફી પેટેના ૩૬૦૦૦ રૂપિયા તથા બોર બનાવવાના ૩૧,૬૬,૫૬૦ તથા રસીદ આપ્યા સિવાયના વધારાના ૧૪૪૦ મળી કુલ રૂપિયા ૩૨,૦૪,૦૦૦ ના નાણા ઉઘરાવી બોર નહીં બનાવી આપી નિવાલ્દા તથા વ્યારા ખાતેની ઓફીસ બંધ કરી ભાગી જઇ ગુનો કરતા દેડીયાપાડા પોલીસે તમામ સામે વિશ્વાસઘાત નો ગુનો દાખલ કર્યો છે

(10:25 pm IST)