ગુજરાત
News of Wednesday, 6th July 2022

નડિયાદની ત્રણ બહેનોએ શ્વાનની સેવા કરવા આજીવન અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો !

રોજ 150 જેટલા શ્વાનને કરાવે છે ભોજન, શ્વાનની સેવા કરવા બહેનોએ એક કરોડ રૂપિયાનું ઘર પણ બેંકમાં ગીરવી મૂક્યું

નડિયાદ તા.06 : ઘણા લોકો પશુઑ પ્રત્યે દયાભાવના રાખી તેમને સવાર સાંજ ભોજન કરાવતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરમાં એક અથવા બે શ્વાનને પાળતા હોય છે. પરંતુ નાળિયાદમાં રહેતી ત્રણ બહેનો 1 નહીં 2 નહીં 150 શ્વનાને રોજ ભોજન કરાવે છે અને તેમને માટે થઈ આ બહેનોએ તો આજીવન અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો છે.

ત્રણેય બહેનોએ આજીવન શ્વાનની સેવા કરવાનો પ્રણ લીધો છે. નડિયાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી એ ત્રણ બહેનો કે જેવું નિયમિત શ્વાનની સેવા કરે છે અને એક ટાઇમ તેમણે જમવાનું આપે છે. સાજા માંદા હોય ત્યારે તેમની સારવાર માટે પણ લઈ જાય  છે, ત્યારે આ ત્રણેય બહેનો જેનું નામ શિલ્પા પટેલ, ગોપી પટેલ અને નીપા પટેલ કે જેઓ 30 સોસાયટીના 150 જેટલા શ્વાનને દરરોજ એક સમય ભોજન કરાવે છે.

તેઓ પશુ પ્રેમી હોવાથી તેમની સેવા કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જ્યારે શ્વાન બીમાર પડે ત્યારે તેની સારવાર પણ સ્વખર્ચે આનંદ હોસ્પિટલમાં લઈ જઈને કરાવે છે. ઉલ્લેખનીય કે, આ ત્રણેય બહેનો છેલ્લા 20 વર્ષથી આ બધા જ શ્વાનની સેવા કરતા આવ્યા છે. તેમની સાથે તેમને એક અનોખો સંબંધ જ બંધાઈ ગયો છે અને તેઓ હાલ ઘરમાં જ 8 શ્વાનને સાચવી રહ્યા છે. પોતાના જ ઘરના સદસ્ય માનીને તેમની સાથે જ આખો જીવન વિતાવવા માંગે છે. તેમનું કહેવું છે કે, જો તેમણે લગ્ન કર્યા હોત તો કદાચ સામેવાળું પાત્ર એ બધા શ્વાનને સાચવવા રાજી ન થાય તેથી તે ખૂબ જ દુઃખી થાય એમ હતા તેથી તેમને લગ્ન કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.

 

આ ત્રણેય બહેનો શ્વાન માટે તો દાગીના-રૂપિયા બધું જ આપી દીધું છે એટલું જ નહીં પરંતુ એક કરોડ રૂપિયાનું ઘર પણ તેમણે બેંકમાં ગીરવી મૂક્યો છે. આ પશુપ્રેમી એવી આ ત્રણેય બહેનો કે જેઓ આ શ્વાન માટે કંઈ પણ કરવા તૈયાર છે. ત્યારે કહેવાય છે કે જ્યારે કોઈ પશુ સાથેની લાગણી બંધાઈ જાય ત્યારે તેને એક ઘરનું સદસ્ય જ માનવામાં આવે છે.

આ ત્રણેય બહેનો દરેક શ્વાનને પોતાના દીકરાની જેમ સાચવી રહ્યા છે. આ ત્રણેય બહેનોએ એક ઇન્ટરવ્યૂમાં જણાવતા કહ્યું હતું કે, મૂંગા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ પ્રત્યે દયાભાવના રાખવી જોઈએ અને એમને સાચવવા જોઈએ એ એક કુદરતનો જ ભાગ છે. તેઓ મૂંગા છે તેથી કશું બોલી શકતા નથી. આપણે તો માણસ છીએ આપણે સમજી શકીએ છીએ પણ તે તો બોલી પણ શકતા નથી. તેથી તેઓ પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી એવામાં જ જો દરેક વ્યક્તિ એક એક મુંગુ પક્ષી કે પ્રાણીની જવાબદારી લઈ લે એવા મંતવ્ય રજૂ કર્યા.

(12:17 am IST)