વડોદરાના માંજલપુર વિસ્તારમાં વિધર્મી સગીરે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી
વડોદરા : માંજલપુર વિસ્તારમાં રહેતી તેમજ ધોરણ-૧૨માં અભ્યાસ કરતી એક હિંદુ સગીરાને પ્રેમમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી મુસ્લિમ સગીરે વારંવાર બળાત્કાર ગુજારતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મને સંતાનમાં એક પુત્રી જેની વય ૧૬ વર્ષ અને ૭ માસ છે. તે ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરે છે તેમજ એક નાનો પુત્ર છે. ગઇકાલે મારી પુત્રીએ બપોરે ટયૂશન જવાનું કહેતાં મે ના પાડી હતી. અગાઉ ડિસેમ્બર માસમાં કોઇ શખ્સ સાથે મોબાઇલ પર શંકાસ્પદ વાત કરતા તે પકડાઇ હતી અને બાદમાં તપાસ કરતા તે માંજલપુર ગામમાં રહેતા વિધર્મી સગીર સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું હતું તે શંકાએ મેં તેને ટયૂશન જતા રોકી હતી.
ટયૂશનમાં જવાની ના પાડવા છતાં ઘરના પાછળના દરવાજેથી કોઇને કહ્યા વગર મારી પુત્રી જતી રહી હતી જેથી ઘરમાં તેમજ આજુબાજુ તપાસ કરતા તે મળી ન હતી. બાદમાં સગાંસંબંધીઓ સાથે તપાસ કરતા મોડી રાત્રે તે અલવાનાકા પાસેથી મળી હતી. મેં તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે માંજલપુર ગામમાં રહેતા વિધર્મી સગીર ફસાવ્યો હતો અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે માંજલપુર પોલીસે હિન્દુ યુવતીને ફોસલાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર સગીરની પણ અટકાયત કરી છે.