ગુજરાત
News of Thursday, 7th July 2022

SOU પર વ્યસ્ત અધિકારીઓના કારણે લોકોનાં કામ સમયસર ન થતાં અલગ વ્યવસ્થા કરવા વકીલ મંડળની રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટ પર અવાર નવાર આવતા VIP મહાનુભાવોમાં સ્થાનિક તંત્રના અધિકારીઓ વ્યસ્ત થતાં કામ અર્થે રાજપીપળા આવતા લોકોના કામ સમયસર થતાં નથી માટે ત્યાં અલગ વ્યવસ્થા કરવા બાબતે વકીલ મંડળ દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ છે
નર્મદા જિલ્લા બાર એસોસિયેશનનાં પ્રમુખ વંદના ભટ્ટ અને અન્ય હોદેદારોએ સી.એમ. મહેસૂલ મંત્રી અને જિલ્લા કલેકટર ને કરેલી રજૂઆત માં જણાવ્યા મુજબ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે સુખદ છે પરંતુ ત્યાં આવતા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિતનાઓની વખતો વખત મુલાકાત માં જિલ્લાનું વહીવટી તંત્ર,પોલીસ તંત્ર ત્યાં રોકાઈ છે જેના કારણે રાજપીપળા ખાતેની કચેરીઓમાં કામ અર્થે આવતા લોકોના કામ સમયસર થતાં નથી સાથે સાથે આવવા જવામાં નાણાકીય નુકશાન પણ થાય છે,રેવન્યુ કેસો પણ બે વર્ષથી પેન્ડિંગ છે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુ પર તમામ પ્રકારની અલગ વ્યવસ્થા કરી અપાઈ તો જિલ્લાના વહીવટી તંત્રને પણ અનુકૂળતા રહેશે તેમજ હાલ નર્મદા જીલ્લામાં માત્ર પ ૦ % કર્મચારીઓ,અધીકારીઓ ઇન્ચાર્જ તરીકે કામગીરી કરતા આવેલા છે જેઓ યોગ્ય પ્રમાણમાં નર્મદા જીલ્લાની જનતાને તેઓની કામગીરી દ્રારા મદદરૂપ થઇ શકે જે ખાલી જગ્યાઓ છે તેની પુર્તતા કરવા તેમજ ફુલ ટાઇમ અધિકારીઓની નિમણુંકો કરવા વકીલ મંડળે રજૂઆત કરી છે.

(10:33 pm IST)