દેડિયાપાડા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂ ઝડપ્યો : પુરપાટ જતી કાર રોડ નીચે ઉતરી પડતા ચાલક ફરાર
જુના મોઝદા રોડ પાસે આવેલ હોન્ડા શો રૂમ પાસેથી ઍસ્ટીમ ગાડીમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના પ્લા.ના ક્વાટરીયા સહિત 1.69 લાખ નો મુદ્દામાલ જપ્ત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રોહીબિશન અને જુગારના દુષણને ડામવા માટે હિમકર સિંહ પોલીસ અધિક્ષક,નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા ડીવીઝન એ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શનઆપેલ જે અનુસંધાને સર્કલ પો.ઇન્સ.પી.પી. ચૌધરી દેડીયાપાડા સર્કલ ના સીધા સુપરવીઝન હેઠળ પો.સ.ઇ. એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રિના આઠેેેેકના વાગે બેસણા ગામ પાસે ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે મોઝદા ગામ તરફથી દેડીયાપાડા તરફ એક કાળા કલરની હ્યુન્ડાઇ કંપનીની એસ્ટીમ ગાડી નંબર MH-04-BN-5687 માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને આવે છે
આ બાતમી ના આધારે બેસણા ગામ પાસે રોડ ઉપર નાકાબંધીમાં હતા દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા તેના ચાલક ને ઉભા રહેવા માટે ઇશારો કરતા ગાડી ઉભી ન રાખી ગાડી લઈને દેડીયાપાડા તરફ નાસી જતા ગાડીનો પીછો કરતા ગાડી આદર્શ નિવાસી શાળાથી જૂના મોઝદા રોડ તરફ ગાડી જુના મોઝા રૉડ ઉપર આવૅલ હોન્ડા ના શો રૂમ પાસે આવેલ નાળા પાસે નીચે ઉતરી ગયેલ હાલતમાં પડેલ હોય જેને ચેક કરતા ચાલક હાજર મળી આવેલ નહી અનેતેમાં તપાસ કરતા ગાડીમાં વચ્ચેની સીટ તથા ડીક્કીમાંથી વ્હીસ્કીના 180 મી.લી નાપ્લાના કવાટરીયા નંગ-1050 કિ.રૂ.99250ની કિમતના ક્વાટરીયા તથા હ્યુન્ડાઇ કંપનીની કાળા કલરની એસ્ટીમગાડી નેબર MH--B- 5687 કિ.રૂ.80000 મળી કુલ કિ.રૂ.1,69,250/- ગણી ફરાર થયેેલા કાર ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી પો.સ.ઇ.એ.આર.ડામોરે આગળની તપાસ હાથ ધરી છે.