ગુજરાત
News of Monday, 7th September 2020

રાજ્યમાં કોરોનાનો વધતો કહેર : અત્યાર સુધીમાં જુદા-જુદા જિલ્લામાં 7,35,952 લોકો કવોરેન્ટાઇન

7,35,952 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન પૈકી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન અને 2,162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈન

: અમદાવાદઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના ટેસ્ટ વધવાની સાથે સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે હાલ 7 લાખ 35 હજારથી વધારે લોકો ક્વોરન્ટાઈન છે.


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 7,35,952 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,33,790 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન છે અને 2,162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

આજે 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3108 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,475 એક્ટિવ કેસ છે, જ્યારે 84,758 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,383 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,04,341 પર પહોંચી છે.

 

(8:48 pm IST)